News Continuous Bureau | Mumbai
Foreign Exchange Rules: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ( Nirmala Sitharaman ) દ્વારા વિદેશી રોકાણો માટેના નિયમોને સરળ બનાવવા માટે કેન્દ્રીય બજેટ 2024-25ની જાહેરાતના અનુસંધાનમાં, નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ ( DEA )એ આજે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) 1999ની કલમ 15 સાથે વાંચવામાં આવતી કલમ 46 હેઠળ આપવામાં આવેલી સત્તાઓ હેઠળ વિદેશી વિનિમય (કમ્પાઉન્ડિંગ પ્રોસિડિંગ્સ) નિયમો, 2024ને સૂચિત કર્યા છે. સુધારેલા નિયમો હાલના વિદેશી હૂંડિયામણ (કમ્પાઉન્ડિંગ પ્રોસિડિંગ્સ) નિયમોનું સ્થાન લેશે, જે 2000 માં જારી કરવામાં આવ્યા હતા.
વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને વધુ સરળ બનાવવા માટે વર્તમાન નિયમો અને કાયદાઓને સુવ્યવસ્થિત અને તાર્કિક બનાવવાની વ્યાપક પહેલના ભાગરૂપે, ભારતીય રિઝર્વ બેંક ( RBI ) સાથે પરામર્શ કરીને કમ્પાઉન્ડિંગ પ્રોસિડિંગ નિયમોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કમ્પાઉન્ડિંગ એપ્લિકેશન્સની ( Foreign Investment ) પ્રક્રિયાને ઝડપી અને સુવ્યવસ્થિત કરવા માટે જોગવાઈઓને સક્ષમ બનાવવા, એપ્લિકેશન ફી અને કમ્પાઉન્ડિંગ રકમ માટે ડિજિટલ ચુકવણી વિકલ્પોની રજૂઆત અને અસ્પષ્ટતાને દૂર કરવા અને પ્રક્રિયાને સ્પષ્ટ કરવા માટે જોગવાઈઓના સરળીકરણ અને તર્કસંગતકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : CR Patil: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે અડાજણ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયો આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..
આ સુધારા રોકાણકારો ( Foreign Investors ) માટે ‘રોકાણની સરળતા’ને ( Foreign Exchange ) પ્રોત્સાહન આપવા અને વ્યવસાયો માટે ‘વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા’ને પ્રોત્સાહન આપવાની સરકારની કટિબદ્ધતા સૂચવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
