News Continuous Bureau | Mumbai
Deep Fake Video Of Ratan Tata: હાલના સમયગાળામાં જ્યારે સોશ્યિલ મીડીયાનો ઉપયોગ વધી ગયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કહેવું અશક્ય છે. હાલમાં ડીપફેક વીડિયો ( Deep Fake Video ) નો મુદ્દો ચિંતાનો વિષય છે. ડીપફેક વીડિયો દ્વારા મોટા લોકોના ચહેરાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત હવે સોશિયલ સ્કેમરોએ પીઢ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપ ( Tata Group ) ના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા ( Ratan Tata ) ને પણ નિશાન બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં રતન ટાટાના નામનો ઉપયોગ કરીને ‘પ્રમોટેડ ઇન્વેસ્ટમેન્ટ’ને ( Promoted Investment ) જોખમમુક્ત અને 100 ટકા ગેરંટી સાથે રોકાણ ( investment ) કરવાની અપીલ કરવામાં આવી છે.
@RNTata2000 @AshwiniVaishnaw @AmitShahOffice @narendramodi
Laila rao nam ki ladki ne sir Ratan tata ke video (scam ke liye)galat upyog kar rahe hai instagram par koi action hoga is par #deepfake #ratantata #Melodi pic.twitter.com/7cqj6kEefk— Gopal Katkamwar (@gopal_katkamwar) December 3, 2023
ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થયા પછી, વરિષ્ઠ ઉદ્યોગસાહસિક અને ટાટા જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ પોતે આ વિશે ખુલાસો કરીને લોકોને ચેતવણી આપી હતી. રતન ટાટાએ આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી. રતન ટાટાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો નકલી છે. સાથે જ, રતન ટાટાએ વિડિયો અને યુઝરના નામનો ઉલ્લેખ કર્યો છે જેનાથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. રતન ટાટાએ પોતાની પોસ્ટમાં યુઝરને સ્પષ્ટ શબ્દોમાં ઠપકો આપ્યો છે. તેમજ રતન ટાટાએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે આ વીડિયોમાં તેમના ફેક ઈન્ટરવ્યુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ રતન ટાટાએ દરેકને આ વીડિયો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
આવા ફેક વીડિયોના શિકાર ન થવા અપીલ કરવામાં આવી…
નકલી વીડિયોમાં ટાટા સોના અગ્રવાલને તેના મેનેજર તરીકે બોલાવી રહ્યા છે. તે જ સમયે, શેર કરેલ વીડિયોની સાથે લખ્યું હતું કે, રતન ટાટા તરફથી ભારતના દરેક માટે ભલામણ, તમારી પાસે 100 ટકા ગેરંટી સાથે જોખમ મુક્ત રહીને આજે જ તમારું રોકાણ વધારવાની તક છે. આ માટે હવે ચેનલ પર જાઓ. આટલું જ નહીં લોકોના ખાતામાં પૈસા જમા થવાના મેસેજ પણ વીડિયોમાં બતાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Adani Green Stock Rise : શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, અદાણી ગ્રુપના આ શેરો આટલા ટક્કાના ઉછાળા સાથે બન્યા રોકેટ.. જુઓ આંકડા….
દરમિયાન, ‘ડીપફેક’ એટલે વાસ્તવિક ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટા, નકલી વીડિયો બનાવવા અને તેની સાથે છેડછાડ. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી ડિજિટલ મેનીપ્યુલેશન કરવામાં આવે છે. તાજેતરમાં, કેટલાક બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા કેટલાક ‘ડીપફેક’ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારથી, સરકાર છેડછાડ કરેલી સામગ્રી અને નકલી ડીપફેક વીડિયો બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોનો દુરુપયોગ કરવા અંગે સતર્ક છે. સાથે જ આ મુદ્દે કેટલાક કડક પગલાં પણ લેવામાં આવ્યા છે.