News Continuous Bureau | Mumbai
હીરા ઉદ્યોગમાં(diamond industry) હાલમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં(International Market) હીરાની માંગ ઘટી રહી છે. તેના પગલે તૈયાર હીરાના ભાવમાં(Diamond price) પણ કડાકો બોલ્યો છે. હીરાના ભાવ પ્રતિ કેરેટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા ઘટી રહ્યા છે. હીરાના ભાવમાં આ કડાકાના લીધે કારખાનેદારોએ(Manufacturers) નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનેદારોએ ઉત્પાદન પર કાપ મૂક્યો છે. સુરતમાં અમુક નાના ઉદ્યોગકારોએ(Entrepreneurs) તો મિની વેકેશન જાહેર કર્યુ છે તો મોટા ઉદ્યોગપતિઓએ કામકાજના કલાકો ઘટાડ્યા છે. તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : રિલાયન્સ કંપની ૧૯ લાખ કરોડનું બજારમૂલ્ય ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની.