News Continuous Bureau | Mumbai
હાલ અમેરિકા(America) સહિત વિશ્વના અનેક દેશોમાં મંદીનું વાતાવરણ છે. ભારતને હજુ મંદી નડી નથી. જોકે વૈશ્વિક સ્તરે(Globally) રહેલી મંદીને કારણે ભારતના હીરા ઉદ્યોગમાં(India’s diamond industry) લાંબા સમયથી મંદી જોવા મળી રહી છે. જોકે હવે તહેવારો(festivals) દરમિયાન હીરા બજારની(Diamond market) મંદી ઘટશે અને હીરા બજાર પર ઉંચકાશે એવી સુરતના હીરા ઉદ્યોગમાં ચર્ચા ચાલી રહી છે.
સુરતના(Surat) હીરાબજારના વેપારીઓ(Diamond merchants) અને દલાલભાઈઓના(brokers) દાવા મુજબ દિવાળી સહિત અનેક પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેથી વિદેશથી ઓર્ડર(Orders from overseas) મળવા માંડ્યા છે. હીરા ઉદ્યોગો અને રત્ન કલાકારો(Diamond industries and gem artists) માટે સારા સમાચાર કહી શકાય છે. અમેરિકા સહિત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી રહી છે. હીરા ઉદ્યોગમાં ડાયમંડ કટ એન્ડ પોલિસીંગમાં (Diamond Cut and Polishing) બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં(Demand for Diamonds and Jewellery) વધારો થવાને કારણે હીરા ઉધોગો ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળતા મોટી રાહત હીરા ઉદ્યોગ થઈ છે.
સુરતના હીરાબજાર સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ દર વર્ષે ડિસેમ્બરના મહિના બાદ ઉનાળાની સીઝન સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે. આ દરમિયાન શહેરના કેટલાક હીરા કારખાનામાં વેકેશન પણ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સુરતના હીરા ઉધોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે. કારણ કે ભારતમાં હીરાની રફની આયાત થાય છે તેમાંથી 30 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે.
યુક્રેન અને રશિયાના યુદ્ધને (Ukraine-Russia war) કારણે અમેરિકાના ડાયમંડ ખરીદારોએ(Diamond Buyers of America) જાહેર કર્યુ હતુ કે, રશિયાથી રફમાંથી બનેલા હીરા ખરીદવામાં આવશે નહીં. જેના કારણે પણ સુરતના હીરા અને ઉધોકારો દ્વારા પ્રોડક્શન પર કાપ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે એ સ્થિતિમાં સુધારો થયો છે અને રફનો શોર્ટ સપ્લાય હતો તે પણ પૂરો થઈ ગયો છે. બીજી તરફ હીરાના ઉધોકારો દ્વારા દિવાળીના ઓર્ડર પુરા કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપ હવે આ ક્ષેત્રમાં કરશે પગપેસારો-આ મિડિયા કંપનીમાં 29 ટકા સ્ટેક ખરીદવાની કરી જાહેરાત
શહેરના હીરા ઉદ્યોગોની સાથે જ્વેલરી ઉદ્યોગોમાં પણ હાલમાં તેજી જોવા મળી રહે છે. જ્વેલરી ઉધોગકારોને અમેરિકા સહિત અલગ અલગ દેશમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહેવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જેથી હીરા ઉદ્યોગકારો અને રત્નાક કલાકારોને પણ ફાયદો થશે.
સુરતની હીરાબજારના લોકોના કહેવા મુજબ સુરત હીરાબજારની મંદી દૂર થશે. જોકે હીરાબજાર સાથે સંકળાયેલા અનેક મોટા વેપારીઓના કહેવા મુજબ વિશ્વભરમાં મંદીનું વાતાવરણ છે, ત્યારે વિદેશથી હીરાની ખરીદીના મોટા ઓડર્ર આવવા અને સ્થાનિક સ્તરે મંદી દૂર થશે એવું કહેવામાં થોડી અતિશ્યોક્તિ છે. જ્વેલ મેકર વેલફેર એસોસિએશનના પ્રમુખ સંજય શાહે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે વિશ્વભરમાં જબરદસ્ત મંદીનો માહોલ છે. તેમાં સાચા હીરાની મોટી માંગ શક્ય નથી. અમેરિકામાં મંદી છે. ત્યાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. સોના-ચાંદીના ભાવ બહુ ઉંચા છે. તેથી બજારમાં સિન્થેટીક હીરાનું હાલ ચલણ ચાલી રહ્યું છે, તેથી તેની વિદેશમાં માગ રહી શકે છે.
સંજય શાહ વધુમાં કહ્યું હતું કે રીયલ ડાયમંડ મોંધા હોવાથી તેની ડીમાન્ડ એટલી નથી. પરંતુ સિન્થેટિક હીરા એટલે કે મોર્ઝેનાઈટ, સેરોસ્કી અને અમેરિકાન ડાયમંડ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. રીયલ ડાયમંડની સરખામણીમાં આ ડાયમંડ સિન્થેટીક હોવાથી સસ્તા ભાવે વેચાય છે. જે સામાન્ય વર્ગ ખરીદી શકે છે. હાલ અમેરિકામાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો ભારતમાં પણ ગણેશોત્સવ અને શ્રાદ્ધ પક્ષ બાદ લગ્નની મોસમ ચાલુ થશે. એ સમયે ડીસ્કાઉન્ટ સાથે માલ બજારમાં આવશે અને લોકો કદાચ આ ડાયમંડના દાગીના ખરીદી શકે છે. જોકે આ સિન્થેટીક ડાયમંડની કોઈ રીસેલ વેલ્યુ હોતી નથી. તેથી લોકો ફક્ત હીરાનો શોખ પૂરા કરવા આ હીરાના દાગીના ખરીદી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ચલણમાં ડોલર થયો વધારે મજબૂત તો યુરો પ્રથમ વખત થયો સસ્તો- જાણો શું છે કારણ