Site icon

Direct Tax Collection: નાણાકીય વર્ષ 2023-24માં ભારતના પ્રત્યક્ષ કર સંગ્રહમાં થયો વધારો; ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન આટલા ટક્કા વધ્યું, જાણો સંપુર્ણ અહેવાલ વિગતવાર… વાંચો વિગતે અહીં..

Direct Tax Collection: 1 એપ્રિલ, 2023 થી 9 ઓક્ટોબર, 2023 સુધીના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 11.07 લાખ કરોડ રહ્યું છે….

Direct Tax Collection India's direct tax collections increased in FY 2023-24; Gross direct tax collections increased by 17.95%...

Direct Tax Collection India's direct tax collections increased in FY 2023-24; Gross direct tax collections increased by 17.95%...

News Continuous Bureau | Mumbai 

Direct Tax Collection: નાણા મંત્રાલયે ( Finance Ministry ) ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે 1 એપ્રિલ, 2023 થી 9 ઓક્ટોબર, 2023 સુધીના ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax Collection) નો ડેટા જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 11.07 લાખ કરોડ રહ્યું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 17.95 ટકા છે. આવકવેરા વિભાગ (Income Tax Department) ના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2023 થી 9 ઓક્ટોબર, 2023 સુધીમાં કરદાતાઓને 1.50 લાખ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

પ્રત્યક્ષ કર કલેક્શનના ડેટા અનુસાર, રિફંડ (Refund) ને બાદ કરતાં, કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 9.57 લાખ કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 21.82 ટકા વધુ છે. પ્રત્યક્ષ કર વસૂલાતનો આંકડો નાણાકીય વર્ષ 2023-24ના બજેટ અંદાજના 52.50 ટકા છે.

 કોર્પોરેટ ઇન્કમ ટેક્સનો ( Corporate Income Tax ) ગ્રોથ રેટ 7.30 ટકા….

ડેટા અનુસાર, ગ્રોસ રેવન્યુ કલેક્શનની દ્રષ્ટિએ કોર્પોરેટ ઇન્કમ ટેક્સનો ગ્રોથ રેટ 7.30 ટકા રહ્યો છે, જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સ 29.53 ટકા રહ્યો છે, જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ 29.53 ટકા રહ્યો છે. જો આ બધુ ઉમેરીએ તો આ રીતે કુલ વ્યક્તિગત આવકવેરા સંગ્રહનો વૃદ્ધિ દર 29.08 ટકા રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News: સ્વિમિંગ પુલમાં મગરનું બાળક મળી આવતા, BMCએ ખાનગી પ્રાણી સંગ્રહાલયને નોટિસ ફટકારી..જાણો શું કહ્યું નોટીસમાં.. વાંચો વિગતે અહીં…

રિફંડને સમાયોજિત કર્યા પછી, કોર્પોરેટ આવકવેરા (CIT) સંગ્રહનો વૃદ્ધિ દર 12.39 ટકા રહ્યો છે. જ્યારે વ્યક્તિગત આવકવેરામાં રિફંડને સમાયોજિત કર્યા પછી, વ્યક્તિગત આવકવેરાનો વૃદ્ધિ દર 32.51 ટકા રહ્યો છે. અને તેમાં STT ઉમેરો તો વિકાસ દર 31.85 ટકા રહ્યો છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2023 થી 9 ઓક્ટોબર, 2023 સુધીમાં કરદાતાઓને 1.50 લાખ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે.

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version