Microsoft Server Down: માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાને કારણે વિશ્વની સમગ્ર સિસ્ટમ ખોરવાઈ, પરંતુ ભારતીય રેલવેને તેની કોઈ અસર કેમ ન થઈ..જાણો શું છે કારણ..

Microsoft Server Down: માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાથી આખી દુનિયા ઠપ્પ થઈ ગઈ હતી. જો કે, ભારતીય રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ આઉટેજની તેમની સેવાઓ પર કોઈ અસર જોવા મળી નથી.

by Bipin Mewada
Due to Microsoft server down the entire system of the world was disrupted, but Indian Railways was not affected..Know what is the reason..

News Continuous Bureau | Mumbai

Microsoft Server Down: માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થયા પછી જાણે વિશ્વ આખું થંભી ગયું હતું. આની અસર એરલાઇન્સ, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ, બેંકો અને મીડિયા સંસ્થાઓ પર પણ પડી હતી.  માઈક્રોસોફ્ટના ( Microsoft  ) સર્વર ડાઉનને કારણે ઘણી સિસ્ટમો પ્રભાવિત થઈ હતા, ત્યારે ભારતીય રેલ્વેએને ( Indian Railways ) આની કોઈ અસર થઈ નહતી. એક આશ્ચર્યજનક વાત સામે આવી હતી. ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે માઈક્રોસોફ્ટ સર્વર ડાઉનથી ભારતીય રેલ્વે પર કોઈ અસર થઈ નથી , તેમની ટ્રેન ટિકિટિંગ સિસ્ટમ, કંટ્રોલ ઓફિસ ઓટોમેશન અને અન્ય રેલવે સેવાઓ આઉટેજથી પ્રભાવિત થયા નથી. ટ્રેનો સમયપત્રક મુજબ દોડી રહી છે. માઈક્રોસોફ્ટના આઉટેજને કારણે દુનિયાની આખી સિસ્ટમ પ્રભાવિત ગઈ છે, ત્યારે ભારતીય રેલવેને આની કોઈ અસર પડી નહી. તેથી હવે સોશિયલ મીડિયા પર ભારતીય રેલવેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેથી માઈક્રોસોફ્ટના આઉટેજ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ માઈક્રોસોફ્ટને ટ્રોલ કરી રહ્યા છે. એવું શું કર્યું ભારતીય રેલ્વેએ? જાણો કારણ.. 

માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ અને કોમેન્ટનો વરસાદ થયો હતો. ભારતીય રેલ્વે માઇક્રોસોફ્ટથી શ્રેષ્ઠ છે! આમા કહીને સોશિયલ મિડીયા પર લોકો માઇક્રોસોફ્ટ કંપની ટ્રોલ કરી રહ્યા હતા. માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થયા બાદ વિશ્વભરમાં અનેક ફ્લાઈટ્સ અને અન્ય સેવાઓને અસર થઈ હતી, પરંતુ ભારતીય રેલવેની કામગીરીને કોઈ અસર થઈ ન હતી. એક ટ્વિટર ( Social Media Memes ) યુઝરે ટિપ્પણી કરી હતી કે, માઈક્રોસોફ્ટ કા બાપ ઈન્ડિયન રેલ્વે, જ્યારે બીજાએ રેલ્વે સિસ્ટમની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રેલ્વે હજુ પણ મુસાફરીનું શ્રેષ્ઠ અને સૌથી વિશ્વસનીય માધ્યમ છે.

Microsoft Server Down: માઈક્રોસોફ્ટ સર્વર ડાઉનથી ભારત, જર્મની, યુએસ, યુકે અને અન્ય ઘણા દેશોને અસર થઈ હતી…

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવે સંબંધિત તમામ સેવાઓ સુચારૂ રીતે ચાલુ રહી હતી. આમાં ટિકિટ બુકિંગથી ( ticket booking )  લઈને ટ્રેન કંટ્રોલ ઑફિસ ઑટોમેશન અને અન્ય રેલવે સેવાઓનો પણ સમાવેશ થાય છે, જે બધી Y2K સમસ્યાઓને કારણે 1999માં CRIS પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પર વિકસાવવામાં આવી હતી. આથી માઈક્રોસોફ્ટ બંધ થયા પછી પણ રેલ્વે પર આની કોઈ અસર થઈ નથી. સેન્ટર ફોર રેલ્વે ઈન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) એ રેલ્વે મંત્રાલય હેઠળની એક સંસ્થા છે. CRIS એ જટિલ રેલ્વે આઈટીનું સંચાલન કરવા માટે સક્ષમ આઈટી પ્રોફેશનલ્સ અને અનુભવી રેલ્વે સ્ટાફનું અનોખું સંયોજન છે. નિર્ણાયક ક્ષેત્રોમાં સિસ્ટમો સફળ ડિલિવરી સક્ષમ કરે છે તેની શરૂઆતથી, CRIS એ ભારતીય રેલ્વેના કેટલાક મુખ્ય ક્ષેત્રો માટે સોફ્ટવેર વિકસાવ્યું છે અને તેનું સંચાલન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો  :   Uttar Pradesh Kanwar Yatra : CM યોગીના આદેશથી કાવડ યાત્રા રૂટ પરની તમામ દુકાનોના નામ બદલાયા, તો કેટલાકે તેમની દુકાનો ભાડે આપી દીધી, તો ઘણી દુકાનો થઈ બંધ.. જાણો વિગતે

માઈક્રોસોફ્ટ સર્વર ડાઉનથી ભારત, જર્મની, યુએસ, યુકે અને અન્ય ઘણા દેશોને અસર થઈ હતી. જેના કારણે વિશ્વભરના એરપોર્ટ, બેંક, મીડિયા અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. અમેરિકાની ઈમરજન્સી સર્વિસ 911 પણ થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, ઘણા દેશોએ મેન્યુઅલી એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન આઉટલુક, વનડ્રાઈવ, વનનોટ, એક્સબોક્સ એપ, માઈક્રોસોફ્ટ ટીમ, માઈક્રોસોફ્ટ 365 એડમિન સેન્ટર, માઈક્રોસોફ્ટ વ્યૂ અને વિવા એન્ગેજ જેવી ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

માઇક્રોસોફ્ટમાં આ સમસ્યા અંગે કંપનીએ તેનું મુખ્ય કારણ પણ જણાવ્યું હતું. માઇક્રોસોફ્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સર્વર ડાઉનેજ ગુરુવાર (જુલાઈ 19, 2024) ના રોજ શરૂ થયું હતું, જેના કારણે Azure સુવિધાઓનો ઉપયોગ કરતા ઘણા ગ્રાહકોને સમસ્યાઓ થઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે Azureના બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપરેખાંકન ફેરફારને કારણે સર્વર ડાઉન થઈ શકે છે. જોકે, માઈક્રોસોફ્ટનું કહેવું છે કે પરિસ્થિતિ ધીમે ધીમે હવે સુધરી રહી છે.

Join Our WhatsApp Community

You may also like