Site icon

ED Action : દિવાળી પહેલા EDની મોટી કાર્યવાહી, લોન ફ્રોડ સંબંધિત કેસ હેઠળ આ બેંકના વિવિધ સ્થળ પર દરોડા!

ED Action : કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કંડાલા સર્વિસીસ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા. બેંકમાં કરોડો રૂપિયાની કથિત ગેરરીતિઓના અહેવાલને પગલે EDએ કટ્ટકડા નજીકની બેંક પર દરોડા પાડવાની કાર્યવાહી કરી હતી.

ED raids Kandala Service Cooperative Bank in Kerala capital

ED raids Kandala Service Cooperative Bank in Kerala capital

News Continuous Bureau | Mumbai 

ED Action : કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કંડાલા સર્વિસીસ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા. બેંકમાં કરોડો રૂપિયાની કથિત ગેરરીતિઓના અહેવાલને પગલે EDએ કટ્ટકડા નજીકની બેંક પર દરોડા પાડવાની કાર્યવાહી કરી હતી. જે હેઠળ EDએ બેંક સાથે જોડાયેલા અન્ય ઘણા સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. પોલીસ સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે EDના દરોડા સવારે શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે.

Join Our WhatsApp Community

મીડિયા અહેવાલ અનુસાર, ઇડીના આ દરોડાની કાર્યવાહી લોન ફ્રોડ કેસ સાથે સંબંધિત છે, જેમાં બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને સીપીઆઈ નેતા એન ભાસુરંગન નાણાકીય અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ સચિવો શાંતાકુમારી રાજેન્દ્રન અને મોહન ચંદ્રનના ઘરો તેમ જ કલેક્શન એજન્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી છે.

આ સમાચાર પણ વાંચો : LPG Subsidy : લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!

અહેવાલો અનુસાર, ભાસુરંગનના નિવાસસ્થાન અને પૂજાપુરામાં તેમના પુત્રના રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. EDએ અનેક લોન વ્યવહારો સહિત બેંક દસ્તાવેજોની તપાસ કરી. કેરળમાં સહકારી વિભાગે બેંકમાં 100 કરોડ રૂપિયાની ઉચાપત શોધી કાઢી હતી. સહકારી રજિસ્ટ્રારે અગાઉ EDને લોન ફ્રોડ કેસ અંગેનો અહેવાલ સુપરત કર્યો હતો. આ ઘટના બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version