Site icon

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર; ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્ય તેલમાં ઊંચા ભાવે રસોડાનું બજેટ ઉપર-નીચે કરી નાંખ્યું છે. છેલ્લા થોડા મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એવામાં આગામી દિવસોમાં ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાના સંકેતો મળી રહ્યા છે.

 છેલ્લા થોડા મહિનાથી તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિ લિટર 100 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. તેલના ભાવ અંકુશમાં લાવવા અનેક બેઠકો કરનારી  સરકારે ખાદ્ય તેલના આયાત પર ટેરિફ વેલ્યૂ ઘટાડી દીધી છે. તેથી આગામી દિવસમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા જણાય છે.

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી સૌથી વધુ પામતેલની આયાત કરે છે. ઇન્ડોનેશિયાએ પામતેલના એક્સપૉર્ટ પર લેવી 255 ડૉલર પ્રતિ ટન ઘટાડીને 175 ડૉલર પ્રતિ ટન કરી છે. એને પગલે મલેશિયામાં પામતેલના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી શકે છે, તો કેન્દ્ર સરકાર પણ ખાદ્ય તેલો પરની ઇમ્પૉર્ટ ડ્યૂટી ઘટાડવા બાબતે વિચાર કરી રહી છે. એની અસર તેલના ભાવ પર જોવા મળશે.

ખાદ્ય તેલના ઉત્પાદનમાં થયેલો ઘટાડો પણ ભાવવધારા માટે જવાબદાર ગણવામાં આવે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં રમજાન દરમિયાન મોટા ભાગે કામ બંધ હોય  છે. રમજાન પૂરા થયા બાદ લોકો ફરી કામે જોડાયા હતા. એથી પામતેલના પ્રોડક્શનમાં વધારો થશે.

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે 

ખાદ્ય તેલ સાથે જોડાયેલા વેપારીઓના કહેવા મુજબ સરકાર ઇચ્છે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. એ માટે તેઓએ રિફાઇન્ડ પામોલિન તેલની આયાત ચાલુ કરી દેવી જોઈએ.  ખાદ્ય તેલ પરની 35 ટકા આયાત શુલ્ક અને કૃષિ કલ્યાણ સેસને  હટાવી દેવી જોઈએ. તેમ જ ભાવ અંકુશમાં આવે નહીં ત્યાં સુધી એના પર રહેલો  પાંચ ટકા GST રદ કરવો જોઈએ. સરકારે પબ્લિક ડિસ્ટ્રબ્યુશન સિસ્ટમ હેઠળ ઓછા ભાવે લોકોને તેલ ઉપલ્બધ કરાવું જોઈએ.

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version