News Continuous Bureau | Mumbai
Elon Musk : ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પોતાને નવું વિન્ડોઝ લેપટોપ પીસી ખરીદ્યું છે. જેમાં એવી સમસ્યા આવી કે તેણે માઈક્રોસોફ્ટના સીઈઓ ( Microsoft CEO ) સત્ય નડેલાને ડાયરેક્ટ મેસેજ મોકલીને પોતાની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. આ વાત ત્યારે સામે આવી જ્યારે મસ્કે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ અપલોડ કરી હતી. આમાં ઘણા યુઝર્સ પોતાની સમસ્યાના ઉકેલ માટે સૂચનો આપી રહ્યા હતા. એકે ટિપ્પણી કરી અને કહ્યું હતું કે ટેકનિકલ સપોર્ટ ( Technical support ) માટે સત્ય નડેલાને ફોન કરો. મસ્કે જવાબમાં લખ્યું કે તે તેને પહેલા જ ટેક્સ્ટ કરી ચૂક્યો છે.
Just bought a new PC laptop and it won’t let me use it unless I create a Microsoft account, which also means giving their AI access to my computer! This is messed up.
There used to be an option to skip signing into or creating a Microsoft account.
Are you seeing this too?
— Elon Musk (@elonmusk) February 25, 2024
મસ્કે વ્યક્તિગત કમ્પ્યુટર અને લેપટોપ પર મૂળભૂત કાર્યક્ષમતા માટે પણ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ( Microsoft account ) બનાવવાની જરૂરિયાતની ટીકા કરી હતી. વિશ્વના સૌથી ધનિક અબજોપતિએ તેને ચિંતાજનક અને ગોપનીયતા માટે ગડબડ ગણાવ્યું હતું.
મેસેજ કરી તેમના લેપટોપ અને કોમ્પ્યુટરને લગતી સમસ્યાઓ વિશે જણાવ્યું…
મસ્કે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ અપલોડ કરતા લખ્યું હતું કે, આનો અર્થ એ છે કે હું મારા કમ્પ્યુટરમાં તેના AI ની ઍક્સેસ આપું છું. મસ્કે કહ્યું કે અગાઉ ‘સ્કિપ’ સાઇન ઇન ( Sign in ) કરવાનો અથવા ‘માઈક્રોસોફ્ટ એકાઉન્ટ’ બનાવવાનો વિકલ્પ હતો.
આ સમાચાર પણ વાંચો : Bank holidays in March 2024: દેશભરમાં આવતા મહિને બેંકો 14 દિવસ બંધ રહેશે, મહત્વપૂર્ણ કામ જલ્દી પૂર્ણ કરો.. જુઓ રજાની સંપૂર્ણ યાદી..
આ સમસ્યા અંગે ઈલોન મસ્કએ સત્ય નડેલાને ( satya nadella ) સીધો સંદેશ મોકલ્યો અને તેમના લેપટોપ ( laptop ) અને કોમ્પ્યુટરને લગતી સમસ્યાઓ વિશે જણાવ્યું. જો કે, શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પછી, મસ્કએ જાહેર કર્યું કે તે ખરેખર Microsoft એકાઉન્ટ બનાવ્યા વિના તેના Windows લેપટોપ પીસીની ઍક્સેસ ખોલી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)