News Continuous Bureau | Mumbai
Twitter: ટ્વિટર (Twitter) નું મૂલ્ય હવે માત્ર 15 અબજ ડોલર રહ્યું છે, જે એલોન મસ્ક અને તેમના કો-ઈન્વેસ્ટર્સ દ્વારા પ્લેટફોર્મ હસ્તક કરવા માટે ચૂકવવામાં આવેલા 44 અબજ ડોલર કરતાં 66 ટકા ઓછું છે. મસ્કે સત્તા સંભાળી ત્યારથી ટ્વિટર આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, નાણાકીય સેવાઓની વિશાળ કંપની ફિડેલિટીએ તેના પોર્ટફોલિયો વેલ્યુએશનના માસિક અહેવાલમાં અનુમાન લગાવ્યું છે કે, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ માટે એલોન મસ્ક દ્વારા ચૂકવવામાં આવેલી કિંમત હવે માત્ર એક તૃતીયાંશ બચી છે.
એલોન મસ્કનું ટ્વિટરમાં રોકાણ ઘટ્યું
ટ્વિટરમાં મસ્કનું રોકાણ હવે 8.8 અબજ ડોલરનું છે. આઉટગોઇંગ ટ્વિટર સીઇઓએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીમાં અંદાજિત 79 ટકા હિસ્સો મેળવવા માટે 25 અબજ ડોલરથી વધુનો ખર્ચ કર્યો હતો. તેમણે અગાઉ પણ સ્વીકાર્યું હતું કે, તેણે ટ્વિટરને હસ્તગત કરવા માટે વધુ ચૂકવણી કરી હતી, જેમાં 33.5 બિલિયન ડોલરની ઇક્વિટીનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: સુરત બાદ અમરેલીમાં શ્વાનના હુમલાથી બાળકનું નિપજ્યું મોત, 3 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો
એલોન મસ્કે કહી હતી હાઈ વેલ્યુઅશન પર લેવાની વાત
મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટેસ્લાના અર્નિંગ કોલ દરમિયાન જણાવ્યું હતું કે, દેખીતી રીતે હું અને અન્ય રોકાણકારો અત્યારે ટ્વિટર માટે વધુ ચૂકવણી કરી રહ્યા છીએ, મને લાગે છે કે ટ્વિટર માટે લાંબા ગાળાની સંભાવના તેમના વર્તમાન મૂલ્ય કરતાં વધુ છે. તેમણે જણાવ્યું હતું કે, હું ટ્વિટરની સ્થિતિ વિશે ઉત્સાહિત છું, દેખીતી રીતે હું તેમના પ્રોડક્ટને અવિશ્વસનીય રીતે સારી રીતે જાણું છું. અને મને લાગે છે કે તે એક એવી એસેટ છે જે લાંબા સમયથી કરાબ છે પરંતુ તેમાં અવિશ્વસનીય ક્ષમતા છે.
ફિડેલિટીએ નવેમ્બરમાં તેના ટ્વિટર શેરનું મૂલ્ય ઘટાડીને ખરીદ કિંમતના 44 ટકા કર્યું. ફિડેલિટીનો ટ્વિટર સ્ટેક, જે હવે મસ્કના X હોલ્ડિંગ્સ હેઠળ આવે છે, તેનું મૂલ્ય આશરે 6.55 મિલિયન ડોલર (એપ્રિલના અંત સુધીમાં) હતું.