News Continuous Bureau | Mumbai
Ethanol Production: સરકારે મકાઈમાંથી ( corn ) ઈથેનોલ બનાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે ઇથેનોલ ઉત્પાદકોને સહકારી એજન્સીઓ પાસેથી નિશ્ચિત દરે મકાઈનો પુરવઠો ( Corn supply ) મળશે. એક તરફ, આ ફેરફાર ઇથેનોલનું અવિરત ઉત્પાદન સુનિશ્ચિત કરશે, જ્યારે બીજી તરફ તે બજારમાં ખાંડની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરશે.
એક અહેવાલ મુજબ, સરકારે સહકારી એજન્સી NAFED અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ( NCCF ) ને આ વર્ષે ઈથેનોલ ( Ethanol ) બનાવવા માટે 2,291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે મકાઈની સપ્લાય કરવાની મંજૂરી આપી છે. બંને સહકારી એજન્સીઓ પાક વર્ષ 2023-24 દરમિયાન 2,090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે મકાઈની ખરીદી કરશે અને તેને ઈથેનોલ ઉત્પાદકોને 2,291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે સપ્લાય કરશે.
નાણાકીય વર્ષ 2023-24 દેશના ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છેઃ રિપોર્ટ
હાલમાં દેશમાં શેરડીનો ( sugarcane ) ઉપયોગ મુખ્યત્વે ઇથેનોલ બનાવવામાં થાય છે. ખાંડ પણ શેરડીમાંથી બનાવવામાં આવે છે. તાજેતરમાં ખાંડના ભાવમાં ( Sugar Price ) વધારો નોંધાયો હતો. તેનું મુખ્ય કારણ બજારમાં માંગની સરખામણીમાં ખાંડનો ઓછો પુરવઠો હતો. જે બાદ સરકારે સુગર મિલોને ઈથેનોલ બનાવવામાં શેરડીનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : PM Modi Gujarat : PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જનતાને આપશે અધધ ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ..
એક રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2023-24 (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024) દરમિયાન દેશના ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે. ખાંડના ઉત્પાદન માટે શેરડીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકાર વિકલ્પ તરીકે મકાઈને પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે સરકારે મકાઈના પુરવઠામાં તાજેતરના ફેરફારો કર્યા છે.
દેશમાં મકાઈનું ઉત્પાદન જુલાઈ 2023 થી જૂન 2024 દરમિયાન એટલે કે પાક વર્ષ 2023-24 દરમિયાન 22.48 મિલિયન ટન થવાની ધારણા છે. આ આંકડો કૃષિ મંત્રાલયે તેના પ્રથમ એડવાન્સ અંદાજમાં આપ્યો છે. તે જ સમયે, તેલ કંપનીઓએ મકાઈમાંથી બનેલા ઇથેનોલની ખરીદીનો દર વધારીને 5.79 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો છે.