Site icon

રિયાલિટી સેકટરમાં તેજી:  એચડીએફસી બેંકના ભૂતપૂર્વ બોસ આદિત્ય પુરીએ મુંબઈના મલબાર હિલ પર આટલાં કરોડમાં ઘર ખરીદ્યું … 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 ડિસેમ્બર 2020 

કોરોના કાળમાંથી મુંબઈનો રિયાલિટી ઉદ્યોગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. એચડીએફસી બેંકના ભૂતપૂર્વ બોસ આદિત્ય પુરીની પત્ની અનિતા અને પુત્રી અમૃતાએ વાલકેશ્વરમાં 50 કારોડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.  

Join Our WhatsApp Community

પુરી પરિવારે ફ્લેટ માટે 50 કરોડ ચૂકવ્યા છે. આ ઘર વાલકેશ્વર રોડ પર રાજભવનની બાજુમાં આવેલું છે, જે 4,958 ચોરસ ફૂટમા પથરાયેલું છે અને દરેક રૂમમાંથી સમુદ્ર જોઈ શકાય છે. આ ફ્લેટ બિલ્ડિંગના 19 મા માળ પર સ્થિત છે. એપાર્ટમેન્ટની સાથે, પુરી પરિવારે 7 કાર પાર્કિંગ પણ મેળવ્યા છે. 25 નવેમ્બરના રોજ થયેલી મિલકતની નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે પુરી પરિવારે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 

દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં હંમેશા વિજ પુરવઠો ખોળવાળેલો રહેતો હોવાની ફરિયાદ રહેતી હોય છે. આમ છતાં તાજેતરના 2..3 મહિનામાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફ્લેટસ વેચાયાનું જોવા મળ્યું છે. જેનું એક કારણ એ પણ છે કે હાલ તૈયાર માલનો વધુ પુરવઠો છે. જૂની મિલકતો પર 20 % જેટલું ડિસ્કાઉન્ટ માલી રહ્યું છે. તેમજ સરકાર તરફથી સટેમ્પ ડ્યૂટી માં મોટો પ્રમાણ મા છૂટ મળી છે. આ બધાં કારણોને લીધે ઘર ખરીદનારાઓની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. 

નોંધનીય છે કે, તાજેતરમાં એચડીએફસીના પુરીના પૂર્વ સાથીદાર કેકી મિસ્ત્રી અને તેની પત્ની અરનાઝ મિસ્ત્રીએ વરલીમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. મિસ્ત્રીએ બિલ્ડીંગ આર્ટેસિયામાં  8,132 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટ માટે 41.23 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા..

Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ
Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Exit mobile version