Site icon

રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક છે ત્યારે ઇન્કમટેક્સ પોર્ટલ પર રિટર્ન ફાઈલ નહીં થતા હોવાની ફરિયાદો નોંધાઈ

Govt may increase income tax free slab to Rs 5 lakh in Budget 2023

Budget 2023-24 : મોદી સરકાર તૈયાર કરી રહી છે માસ્ટર પ્લાન.. અધધ.. આટલા લાખની આવક ધરાવનારાઓએ નહીં ભરવો પડે ઇન્કમટેક્સ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨) માટે આવકવેરા રિટર્ન ફાઈલ(Income tax return file) કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે. હવે ગણતરીના દિવસ જ બાકી છે. ત્યારે વિભાગ એસએમએસ(SMS) અને ઈમેલ(Email) દ્વારા કરદાતાઓને આઈટીઆઈઆર ફાઈલ(ITIR file) કરવા માટે રિમાઇન્ડર મોકલી રહ્યું છે. આવકવેરા વિભાગે પણ આ અઠવાડિયે ટિ્‌વટર પર આ વિશે ટિ્‌વટ કર્યું છે. જેમાં કરદાતાઓને ડેડલાઈન(Deadline) પહેલા રિટર્ન ફાઈલ કરવા અપીલ કરવામાં આવી છે.

જોકે કરદાતાઓ ફરીવાર મુદત પહેલા ઇન્કમટેકસ પોટર્લ(Income Tax Porter) પર રિટર્ન ફાઇલ નહીં થતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે. કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવા જાય ત્યારે ઓટીપી જનરેટ નહીં થતા રિટર્ન ફાઇલ થતા નથી. આ ઉપરાંત એઆઇએસ(AIS) અને ટીઆઇએસનો(TIS) ડેટા ડાઉનલોડ થતો નથી. જેથી કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ડેટા ન મળતા રિટર્ન સાથે સરખાવી શકતા નથી. કરદાતાઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશને(Tax Consultants Association) રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : તો શું હવે લોનના EMI વધી જશે-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારવાની તરફેણમાં હોવાના સમાચાર

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી હતી. તેથી આ વખતે પણ ઘણા કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે હજુ સુધી આવકવેરા વિભાગ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version