ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
ફેસબુક વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. માર્ક ઝકરબર્ગ આ પ્લેટફોર્મના ફાઉન્ડર અને સીઈઓ છે. તમે કદાચ નહિ જાણતા હોવ, સીઈઓ તરીકે માર્ક ઝકરબર્ગની બેઝિક સેલરી માત્ર એક ડોલર (લગભગ ૭૫ રૂપિયા) છે. જાે તમે વિચારી રહ્યા હોવ કે આવું કેમ છે, તો તમને જણાવી દઈએ કે માર્ક ઝકરબર્ગ એવા ટેક સીઈઓમાંથી એક છે જે માને છે કે ફુલ ટાઈમ કર્મચારીઓને ફી આપવી જાેઈએ. એટલા માટે તેમનો બેઝિક પગાર ઘણો ઓછો છે. ગયા વર્ષે તેમણે બોનસ પેમેન્ટ પણ લીધું ન હતું. જાે કે ફેસબુકના સીઈઓની સેલેરી માત્ર એક ડોલર છે, પરંતુ તેમની સુરક્ષા પર ઘણો ખર્ચ કરવામાં આવે છે. કંપનીના વાર્ષિક એક્ઝિક્યુટિવ કમ્પેન્સેશન રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં ફેસબુકે માર્ક ઝકરબર્ગની સુરક્ષા પર ઇં૨૩.૪ મિલિયન (આશરે રૂ. ૧ અબજ ૭૬ કરોડ) ખર્ચ્યા હતા. તમને જણાવી દઈએ કે માર્ક ઝકરબર્ગના પરિવારની સુરક્ષા માટે કંપની દ્વારા ૧૦ મિલિયન ડોલર (રૂ. ૭૫ કરોડથી વધુ) પ્રી-ટેક્સ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે. ફિલિંગ અનુસાર, માર્ક ઝકરબર્ગ પર ફક્ત ઇં ૧૩.૪ મિલિયન (એક અબજ રૂપિયાથી વધુ) ખર્ચવામાં આવ્યા હતા, જેમાં તેમની મુસાફરી અને રહેવાની સુરક્ષાનો સમાવેશ થાય છે.આજના યુગમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે. આ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ફેસબુકનું નામ ચોક્કસથી લેવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ દસ નામોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે માર્ક ઝકરબર્ગનો પગાર કેટલો છે? આજે અમે તમને એક ચોંકાવનારી વાત જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે માર્ક ઝુકરબર્ગનો બેઝિક પગાર ઘણો ઓછો છે, પરંતુ માત્ર તેમની સુરક્ષા પાછળ ખર્ચવામાં આવેલી રકમ હજારો લોકોની સેલેરી જેટલી છે.