ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
કોરોનાની મહામારી વચ્ચે દશેરાના તહેવારમાં કાર અને ટુ વ્હીલરના વેચાણમાં 25 ટકા ઘટાડો થયો છે. કોરોના કાળ અને મંદીના માહોલ વચ્ચે કાર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા વિવિધ ઓફર્સ અને સ્કીમો રાખવામાં આવી હોવા છતા આ વખતે વેચાણ ઓછુ થયુ છે. જોકે વેચાણ ઓછુ થશે એવી ગણતરી કંપનીઓને પહેલેથી જ હતી. જેના લીધે ફોર વ્હીલરમાં વિવિધ કંપનીઓ દ્વારા ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ પૂરો થતા ફોર વ્હીલ કંપનીના કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો.જયારે ટુ વ્હીલરના વેચાણમાં પણ 25 ટકાનુ ગાબડું પડયુ હતુ. તો કેટલીક ફોર વ્હીલર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા ફ્રી એસસરીઝ, 50 ટકા વીમાની રકમ કંપની ભરશે તેવી લાલચો અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે ડિલરો કોરોનાની મહામારીને લીધે છેલ્લા સાત માસથી મંદીનો સામનો કરી રહ્યા છે. જેની સીધી અસર દશેરાના તહેવાર ઉપર ના પડે તે માટે ફોર વ્હીલર કાર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફરો સાથે એસેસરીઝ ફ્રી નાખી આપવાની લાલચો અપાઈ હતી. તેમ છત્તા અમદાવાદમાં 700 જેટલી કારો અને 7500 જેટલા ટુ -વ્હીલરનું વેચાણ થયું હતું. કેટલાક ડિલરો અને એસોસિયેશન સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કારમાં 30 ટકા અને ટુ વ્હીલરના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.