ફ્લાઇટ ટિકિટ ખરીદવા માટે 30% વધુ ખર્ચ કરવો પડી શકે છે.
સરકારે અલગ-અલગ રૂટ માટે મિનિમમ અને મેક્સિમમ ભાડામાં વધારો કર્યો છે. મિનિમમ ભાડામાં 10% સુધી અને મેક્સિમ ભાડામાં 30% વધારો કરવાની જાહેરાત કરી છે.
ગત મેમાં ભાડા નિર્ધારિત કરવામાં આવ્યા હતા, ત્યારથી જેટ ઇંધણની કિંમતમાં ઘણો વધારો થયો છે. આ કારણે એરફેર બૈંડને વધારવામાં આવી રહ્યો છે.
દિલ્હીથી મુંબઇ વચ્ચે ઉડાન ભરતી ફ્લાઇટનું ભાડુ હવે 3,500-10,000 રૂપિયાની જગ્યાએ 3,900-13,000 રૂપિયા બૈંડમાં હશે.
40 મિનિટના સમય ધરાવતી ફ્લાઇટનું ભાડુ 2,200-7,800 રૂપિયા વચ્ચે હશે, જે પહેલા 2,000-6000 રૂપિયા હતું.
40થી 60 મિનિટના સમય ધરાવતી ફ્લાઇટની ટિકિટ પહેલા 2,500-7,500 રૂપિયા ભાડુ હતું. હવે આ ભાડુ 2,800-9,800 રૂપિયા ભાડુ થશે.
60થી 90 મિનિટના સમય ધરાવતી ફ્લાઇટનું ભાડુ 3,300-11,700 રૂપિયા વચ્ચે હશે.
90થી 120 મિનિટના સમય ધરાવતી ફ્લાઇટની વાત કરીએ તો હવે આ ફ્લાઇટની ટિકિટ 3,900-13,000 રૂપિયા વચ્ચે હશે.
120થી 150 મિનિટ સમય ધરાવતી ફ્લાઇટનું ભાડુ 5,000-16,900 રૂપિયા વચ્ચે હશે.
150થી 180 મિનિટના સમય ધરાવતી ફ્લાઇટનું ભાડુ 6,100-20,400 રૂપિયા સુધી હશે.
આમ તમામ રુટ પર ભાડું વધ્યું છે.