Site icon

Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા

Flight Ticket Row:ઇન્ડિગોના ભાડા વધારાના નિર્ણય બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં; એરલાઇન્સ સાથે ટૂંક સમયમાં યોજાશે બેઠક

Flight Ticket Row: Government Gets Strict as Airlines Hike Fuel Surcharge; Relief Likely for Passengers

Flight Ticket Row: Government Gets Strict as Airlines Hike Fuel Surcharge; Relief Likely for Passengers

News Continuous Bureau | Mumbai

Flight Ticket Row: હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે છેલ્લા બે દિવસથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, પરંતુ હવે સરકારની દરમિયાનગીરીથી રાહતની આશા જન્મી છે. દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગોએ (IndiGo) ઇંધણના ભાવમાં વધારાનું બહાનું ધરીને ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. જોકે, આ નિર્ણય બાદ હવે કેન્દ્ર સરકાર સખત વલણ અપનાવતી જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંકેત આપ્યા છે કે તે એરલાઇન્સ કંપનીઓ સાથે ચર્ચા કરશે જેથી મુસાફરો પર આર્થિક બોજ ન વધે.

Join Our WhatsApp Community

એટીએફ (ATF) ના ભાવમાં ૨૫% વધારાને કારણે લદાયો સરચાર્જ

ઇન્ડિગોએ બે દિવસ પહેલા જ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. આ નવા દરો ૨ એપ્રિલ ૨૦૨૬ની મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે. એરલાઇનનું કહેવું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં આશરે ૨૫% નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે આ પગલું ભરવું અનિવાર્ય હતું. આ નિર્ણયને કારણે હવે મુસાફરોએ ટિકિટ બુક કરતી વખતે પહેલા કરતા વધુ રકમ ચૂકવવી પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર

 નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરલાઇન્સ પાસેથી મંગાયો જવાબ

ઇન્ડિગોના આ એકપક્ષીય નિર્ણય બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સક્રિય થયું છે. મંત્રાલય ટૂંક સમયમાં એરલાઇન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. સરકાર એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે ભાડાની મર્યાદા (Fare Cap) હટાવી લેવામાં આવી છે, ત્યારે ફરીથી ફ્યુઅલ સરચાર્જ કેમ લાદવામાં આવી રહ્યો છે. સરકારનું માનવું છે કે ATF ના ભાવમાં ફેરફારનો હેતુ એરલાઇન્સને સંતુલિત કરવાનો છે, નહીં કે મુસાફરોને પરેશાન કરવાનો.

શું આગામી દિવસોમાં ટિકિટના ભાવમાં ઘટાડો થશે?

મંત્રાલયે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્દેશ જારી કર્યો નથી, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દે એરલાઇન્સ સાથે ગંભીરતાથી વાતચીત કરશે. સરકારનો મુખ્ય ફોકસ એ વાત પર છે કે ઉનાળાની રજાઓ શરૂ થઈ રહી છે ત્યારે મુસાફરો પર ટિકિટના ભાવનો બોજ ન વધવો જોઈએ. નિષ્ણાતો માને છે કે જો સરકાર અને એરલાઇન્સ વચ્ચે સહમતિ સધાશે, તો આવનારા દિવસોમાં ફ્યુઅલ સરચાર્જ પાછો ખેંચાઈ શકે છે અથવા તો મૂળ ભાડામાં ઘટાડો થઈ શકે છે.

Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
India Russia Oil Deal: દુનિયા જોતી રહી ગઈ અને ભારત-રશિયાએ કરી બતાવ્યું! ઈરાન યુદ્ધ વચ્ચે તેલની ખરીદીમાં રચ્યો નવો ઈતિહાસ
Summer Special Train: વેકેશનનું ટેન્શન ખતમ! મુંબઈ-પુણેથી વતન જવા માટે રેલવેએ ૨૧૦૦ વધારાની સ્પેશિયલ ટ્રેનોની આપી મંજૂરી.
Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?
Exit mobile version