Site icon

માત્ર 1499 રૂપિયામાં હવાઈ મુસાફરી કરો- આ એરલાઇન્સનો ધમાકેદાર ફેસ્ટિવલ સેલ- જલ્દી કરાવો બુકિંગ

News Continuous Bureau | Mumbai

અત્યારે હવે દિવાળીના તહેવારને(Diwali festival) આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો દિવાળી વેકેશનમાં(Diwali vacation) દેશ-વિદેશ ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેને કારણે ફ્લાઇટ્સની(flights) માંગ પણ વધી છે. ફેસ્ટિવલ સીઝનમાં(festival season) અનેક એરલાઇન્સ(Airlines) ધમાકેદાર ઓફર આપી રહી છે. જો તમે પણ આ તહેવારો દરમિયાન ફ્લાઇટ બુક(Flight book) કરવાનું વિચારી રહ્યા હોય તો વિસ્તારાની દમદાર ઓફરનો લાભ લઇ શકો છો. વિસ્તારાએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ(Domestic and International Flights) માટે ઑફર લોન્ચ(Offer launch) કરી છે. ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ(Economy, Premium Economy and Business) એમ બધા જ ક્લાસ માટે આ સેલ છે. દરેક ડોમેસ્ટિક સેક્ટર્સમાં(domestic sectors) આ સેલ આજથી 19 ઑક્ટોબર સુધી ચાલશે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે 20 ઑક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં તમે 23 ઑક્ટોબર, 2022થી 31 માર્ચ, 2023 સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકો છો.

Join Our WhatsApp Community

ગ્રાહકો વિસ્તારાની આ ફેસ્ટિવ સેલનો(festive sale) ફાયદો ઉઠાવીને ટ્રિપ પ્લાન કરી શકે છે. તમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને માટે પ્લાન કરી શકો છો. વિસ્તારા આ સેલમાં આકર્ષક રેટ્સમાં મુસાફરીની તક આપે છે.

આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

માત્ર 1,499 રૂપિયામાં મુસાફરી કરો

આ સેલ અંતર્ગત ડોમેસ્ટિક બુકિંગ માટે તમારે 72 કલાકનો સમય મળશે. આ સેલ 17 ઑક્ટોબરથી શરૂ થઇને 19 ઓક્ટોબર રાત્રે 11 વાગ્યાને 59 મિનિટ સુધી રહેશે. તેમાં ડોમેસ્ટિક ઉડાનોની વન-વેની કિંમત ઇકોનોમી ક્લાસ માટે માત્ર રૂ.1,499 છે, પ્રીમિયમ ઇકોનોમી માટે રૂ.2,999 અને બિઝનેસ ક્લાસ માટે રૂ.8,999 છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ભાડું

ઇન્ટરનેશનલ રૂટની વાત કરીએ તો રિટર્ન ટિકિટની કિંમતો ઇકોનોમી ક્લાસ માટે 14,149 રૂપિયા, પ્રીમિયમ ઇકોનોમી માટે 18,499 રૂપિયાથી અને બિઝનેસ ક્લાસ માટે 42,499 રૂપિયાથી શરૂ થઇ રહી છે. તેમાં 4 લાંબો બુકિંગ પીરિયડ 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રહેશે. આ ટિકિટ 23 ઑક્ટોબર 2022 થી 31 માર્ચ 2023 સુધીની મુસાફરી માટે બુક કરાવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : ચેક બાઉન્સ થવા પર બીજા ખાતામાંથી પૈસા કપાઇ જશે- નવા ખાતા ખોલવા પર લાગશે રોક

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version