ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
દેશની અગ્રગણ્ય કંપની એટલે કે અદાણી અને ફ્લિપકાર્ટ વચ્ચે ભાગીદારી થઇ છે. હવે આ બે કંપનીઓ ભેગી મળીને લોજિસ્ટિક નેટવર્ક ઊભું કરશે. અદાણી ફ્લિપકાર્ટ માટે લોજિસ્ટિક પાર્ક બનાવશે તેમજ પાર્સલ ચેનમાં મદદ કરશે. બીજી તરફ આ ભાગીદારીને કારણે આશરે 2500 લોકોને મુંબઈમાં રોજગાર મળશે. ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી સાથે થયેલા કરાર મુજબ ડેટા સેન્ટર બનાવવામાં આવશે જેનો બંને કંપનીને ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે હવે રિટેલ સેક્ટરમાં મોટી જાહેર કંપનીઓ ઝંપલાવ્યું છે. અને હવે તેમાં એક નવી પાર્ટનરશીપ ઉમેરાઈ છે.
