ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગષ્ટ 2020
જાણીતી ઇ-કોમર્સની કંપની ફ્લિપકાર્ટે આજે પોતાની હાઇપરલોકલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ ક્વિક’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે સ્થાનિક ફ્લિપકાર્ટ હબમાંથી ઉત્પાદનોને માત્ર 90 મિનિટમાં પહોંચાડવાનું વચન આપે છે. તે સપ્લાય ચેઇન ને વધુ સરળ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ફ્લિપકાર્ટનું હાઇપરલોકલ ડિલિવરી મોડેલ ગ્રાહકોને કરિયાણા, ડેરી, માંસના ઉત્પાદનો, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઝ, સ્ટેશનરી વસ્તુઓ અને ઘરના ઉપકરણોથી લઈને અલગ અલગ કેટેગરીમાં 2,000 થી વધુ ઉત્પાદનોની હેન્ડપીક્ડ વસ્તુઓ ગ્રાહક ને પહોંચાડશે.
ગ્રાહકો આવનારી 90 મિનિટમાં ઓર્ડર મેળવવાનું પસંદ કરી શકે છે અથવા તેમની અનુકૂળતા મુજબ 2-કલાકનો સ્લોટ બુક કરી શકે છે. ગ્રાહકો દિવસની કોઈપણ સમયે ઓર્ડર કરી શકે છે, અને તેમના ઓર્ડર સવારે 6 થી મધ્યરાત્રિ સુધીમાં ગમે તે ટાઈમે ડીલીવરી લઈ શકે છે. ઉપભોક્તાએ જોકે ₹ 29 ની ન્યૂનતમ ડિલિવરી ફી ચૂકવવી પડશે. ફ્લિપકાર્ટ ક્વિક હાલ પ્રાયોગિક ધોરણે માત્ર બેંગલુરુમાં વ્હાઇટફિલ્ડ, પાનાથુર, એચએસઆર લેઆઉટ, બીટીએમ લેઆઉટ, બનાશંકરી, કેઆર પુરમ અને ઇન્દિરાનગર સહિતના સ્થળોએ આવતા કેટલાકતાત્કાલિક ડીલીવરી આપશે. ત્યાર વાળ ધીમે ધીમે આ સેવા અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.
ફ્લિપકાર્ટ ડિલિવરીના સ્થાનને ઓળખવા માટે પિન-કોડ સિસ્ટમના પરંપરાગત મોડેલથી દૂર, આધુનિક મેપનો ઉપયોગ કરી કવીક અને અદ્યતન તકનીકનો ઉપયોગ કરશે. જેથી ઓછા સમયમાં વધુ લોકો સુધી માલ- સામાનની ડીલીવરી કરી શકાય..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
