Site icon

FM Sitharaman : ‘રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પીએમ મોદી સારા બહુમતથી સત્તામાં પાછા ફરશે’: નાણાપ્રધાન

FM Sitharaman : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે એક ઓનલાઇન ચર્ચામાં દાવો કરતા કહ્યું હતું કે, વિશ્વભરના રોકાણકારોએ 'ગભરાવાની જરૂર નથી'. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'સારી બહુમતી' સાથે વર્ષ 2024માં સત્તામાં પાછા ફરશે. તેમણે કહ્યું કે, સરકાર આર્થિક વિકાસની ગતિને વેગ આપવા માટે વ્યવસ્થિત સુધારાઓ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.

'Don't be jittery, PM Modi coming back with good majority'

'Don't be jittery, PM Modi coming back with good majority'

News Continuous Bureau | Mumbai

FM Sitharaman : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સોમવારે એક ઓનલાઇન ચર્ચામાં દાવો કરતા કહ્યું હતું કે, વિશ્વભરના રોકાણકારોએ ‘ગભરાવાની જરૂર નથી’. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)  ‘સારી બહુમતી’ સાથે વર્ષ 2024માં સત્તામાં પાછા ફરશે. તેમણે કહ્યું કે, સરકાર (Govt) આર્થિક વિકાસની ગતિને વેગ આપવા માટે વ્યવસ્થિત સુધારાઓ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Join Our WhatsApp Community

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ દ્વારા આયોજિત આ ચર્ચામાં કહ્યું હતું કે, ‘રોકાણકારોએ (Investors) એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીના પરિણામોથી ગભરાવાની જરૂર નથી.’ તેમણે કહ્યું કે, ઘણા લોકો રાજકીય વાતાવરણ અને જમીની સ્તરની વાસ્તવિકતાઓ પણ જોઈ રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે વડાપ્રધાન મોદી પાછા આવી રહ્યા છે. સારી બહુમતી સાથે પાછા આવી રહ્યા છે. સીતારમને કહ્યું કે, વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે ઘણી પહેલ કરી છે, જેણે દરેક ભારતીયનું જીવન બદલી નાખ્યું છે અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, આ સરકારે કોઈના માટે નહીં પરંતુ દરેક માટે કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : India vs Canada Row: ‘ભારત આરોપોને ગંભીરતાથી લે.. અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

10 લાખ નોકરીઓ આપવા પ્રતિબદ્ધ

નાણાપ્રધાને રોજગારના મુદ્દે કહ્યું કે, કેન્દ્ર સરકાર દર મહિને યોજાતા રોજગાર મેળાઓ દ્વારા આ વર્ષે ડિસેમ્બર સુધીમાં દેશના યુવાનોને 10 લાખ નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે, જેમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ નોકરીઓ આપવામાં આવી છે. ક્લાઈમેટ એક્શન અંગે નાણામંત્રીએ કહ્યું કે, ભારત પોતાના પૈસાથી આ દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે અશ્મિભૂત ઇંધણમાંથી સ્વચ્છ ઊર્જા તરફના સંક્રમણને ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે ફાઇનાન્સ માટે એક પડકાર તરીકે વર્ણવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version