205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
દુનિયામાં સો. મીડિયા પ્લેટફોર્મનો પાયો નાખનાર કંપનીઓમાંની એક ફેસબૂકને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેસબૂકના 18 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત તેના દૈનિક યુઝર્સ બેઝમાં ઘટાડો નોંધાયો છે.
ફેસબુકે ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક સમયગાળામાં લગભગ અડધો મિલિયન (પાંચ લાખ) ગ્લોબલ ડેઇલી યુઝર્સ ગુમાવ્યા છે.
એટલું જ નહીં ફેસબૂકની માર્કેટ કેપમાં રૂ. 14.9 લાખ કરોડ અને સીઈઓ ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ. 1.79 લાખ કરોડનું ધોવાણ થયું છે.
દુનિયામાં હવે ટિકટોક અને યુટયૂબનું ચલણ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબૂકની રાજાશાહી સામે જોખમ પેદા થયું છે.
You Might Be Interested In