News Continuous Bureau | Mumbai
ટાટા મોટર્સે(Tata motors) ફોર્ડ ઇન્ડિયા(ford India)ના સાણંદ(Sanand) સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ(Manufacturing plant)ને રુ.૭૨૫.૭ કરોડમાં ખરીદવાની ડીલ(deal) પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે તેની સબ્સિડરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી(Tata Passenger Electric Mobility) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. વચ્ચે ગુજરાત(Gujarat)ના સાણંદમાં સ્થિત આ પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ(Unit Transfer Agreement) પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ડીલ અંતર્ગત ભારતીય ઓટો કંપની(Indian Auto Company) ટાટા મોટર્સ ફોર્ડ ઇન્ડિયાના એસેટ્સનું અધિગ્રહણ કરશે, જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ(Vehicle Manufacturing Plant) સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે.
આ ડીલ મુજબ ફોર્ડ પોતાના પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાંટ(Power Train Manufacturing Plant)નું સંચાલન ચાલુ જ રાખશે. તેના માટે તે TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ડનું બિલ્ડિંગ્સ અને જમીન ફરી લીઝ પર લેશે. ટાટા મોટર્સની સબ્સિડરી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઇન્ડિયાના તમામ એલિજિબલ કર્મચારીઓને રોજગાર આપવા માટે પણ સહમત થઈ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં આજથી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ- હવામાન વિભાગની આવી આગાહી
ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જાેડાયેલ તમામ જરુરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ ૩૦ મે ૨૦૨૨ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક ૩ લાખ યૂનિટ છે. જેને વધારીને વાર્ષિક ૪.૨ લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મ્સને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફાર રૂપ જરૂરી રોકાણ પણ કરશે.
આ પ્લાન્ટમાં ૩,૦૪૩ લોકો પ્રત્યક્ષ અને લગભગ ૨૦૦૦૦ લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવે છે. ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ ૩૫૦ એકરમાં ફેલાયેલો છે. જ્યારે એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ ૧૧૦ એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી. જે બાદ આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી હતી. મહત્વનું છે કે ફોર્ડ કંપનીએ ગત વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કેબિનેટ બની- આ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું- મુંબઈના આ જાણીતા બિલ્ડર પણ મંત્રી બન્યા