ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
નવા વર્ષમાં બેંના કામકાજ માટે ઘરેથી નીકળવા પહેલા બેંક હોલિડેનું લિસ્ટ જોઈને બહાર નીકળજો, અન્યથા ધક્કો પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી 2022ની રજાઓની યાદી બહાર પાડી છે. તે જાન્યુઆરીમાં કુલ 14 દિવસ બેંક બંધ રહેશે.
જાન્યુઆરી 2022માં બેંકમાં કુલ 14 રજાઓ છે, તેમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાની સાથે જ ચાર રવિવારની રજાનો સમાવેશ થાય છે. જોકે દેશભરની તમામ બેંકો 14 દિવસ બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં.
1 જાન્યુઆરી શનિવાર દેશભરમાં નવા વર્ષનો દિવસ,
2જી જાન્યુઆરી રવિવાર સાપ્તાહિક દેશવ્યાપી રજા,
3જી જાન્યુઆરી સોમવારના સિક્કિમમાં નવા વર્ષ અને લાસુંગની રજા હશે.
4થી જાન્યુઆરીએ સિક્કિમમાં લાસુંગ તહેવારની રજા રહેશે.
9મી જાન્યુઆરી રવિવાર ગુરુ ગોવિંદ સિંહ જયંતિ છે પરંતુ રવિવાર હોવાથી સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા હશે. 11મી જાન્યુઆરી મંગળવાર મિશનરી ડે મિઝોરમ, 12 જાન્યુઆરી બુધવારે સ્વામી વિવેકાનંદ જયંતિની પણ રજા રહેશે.
14 જાન્યુઆરી શુક્રવાર મકરસંક્રાંતિ અનેક રાજ્યોમાં છે.
15મી જાન્યુઆરી શનિવાર પોંગલ આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ,
16 જાન્યુઆરી રવિવારની સાપ્તાહિકની દેશવ્યાપી રજા.
23 જાન્યુઆરી રવિવાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ, સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા, 25 જાન્યુઆરી મંગળવાર રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ, 26 જાન્યુઆરી બુધવાર સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે. સોમવાર 31 જાન્યુઆરી આસામમાં બેંક બંધ રહેશે. ભારતમાં બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. વધુમાં, બેંકો રાષ્ટ્રીય રજાઓ, જાહેર રજાઓ અને પ્રાદેશિક રજાઓ (જે રાજ્યથી રાજ્યમાં અલગ અલગ હોય છે) પર પણ બંધ રહે છે.