News Continuous Bureau | Mumbai
GST 2.0 દેશમાં ટેક્સ માળખાને સ્લેબ અને સામાન્ય લોકો માટે વધુ સસ્તું બનાવવા માટે કેન્દ્ર સરકારે આજે, 22 સપ્ટેમ્બરના રોજ, નવરાત્રી ના પહેલા દિવસથી GST રિફોર્મ્સ લાગુ કર્યા છે. આ નવા નિયમો પછી, રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ જેવી કે કરિયાણું, ડેરી પ્રોડક્ટ્સ, દવાઓ, ઘરેલુ ઉપકરણો, ટીવી-એસી અને કાર-બાઈક સુધીની ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. બીજી બાજુ, લક્ઝરી અને હાનિકારક ઉત્પાદનો પર ટેક્સ ના દર વધારવામાં આવ્યા છે, જેના કારણે આ વસ્તુઓ હવે મોંઘી થઈ જશે.
સરકારનો ઉદ્દેશ શું છે?
સરકારે નવા ટેક્સ માળખાને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે જરૂરી ચીજવસ્તુઓ અને સામાન્ય વપરાશકાર ઉત્પાદનો સસ્તા થાય, જેથી મોંઘવારીનો સામનો કરી રહેલા પરિવારોને રાહત મળી શકે. તે જ સમયે, લક્ઝરી આઇટમ્સ અને હાનિકારક વસ્તુઓ પર ટેક્સ વધારીને આવક વધારવા અને વપરાશને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કઈ વસ્તુઓ પર ઝીરો (zero) GST?
ઘણી વસ્તુઓ અને સેવાઓને સંપૂર્ણપણે GST મુક્ત (0%) કરવામાં આવી છે. આમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:
ફૂડ પ્રોડક્ટ્સ (food products): UHT દૂધ, પનીર, પિઝા, તમામ પ્રકારની બ્રેડ, રેડી-ટુ-ઈટ રોટી અને પરાઠા.
શૈક્ષણિક સામગ્રી: પેન્સિલ, નોટબુક, ગ્લોબ, ચાર્ટ, પ્રેક્ટિસ બુક, લેબ નોટબુક.
હેલ્થ સેક્ટર (health sector): 33 જીવનરક્ષક દવાઓ (જેમાં 3 કેન્સરની દવાઓ સામેલ), વ્યક્તિગત સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસી (life insurance policy).
આ સમાચાર પણ વાંચો : Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
5% અને 18% GST સ્લેબમાં આવતી વસ્તુઓ
5% GST સ્લેબ (slab) માં આવતી વસ્તુઓ: ખાદ્ય સામગ્રી (વનસ્પતિ તેલ, માખણ, ઘી, ખાંડ, મીઠાઈઓ, પાસ્તા, બિસ્કિટ, ચોકલેટ, જ્યુસ, નારિયેળ પાણી), પર્સનલ કેર પ્રોડક્ટ્સ (shampoo), હેર ઓઇલ (hair oil), ટૂથપેસ્ટ (toothpaste), સાબુ, શેવિંગ ક્રીમ), ઘરેલુ ઉપયોગની વસ્તુઓ, કૃષિ ઉપકરણો, હેલ્થ પ્રોડક્ટ્સ અને ટેક્સટાઇલ.
18% GST સ્લેબ (slab) માં આવતી વસ્તુઓ: ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ એર કંડિશનર, વોશિંગ મશીન , એલઈડી/એલસીડી ટીવી, મોનિટર, પ્રોજેક્ટર), વાહનો (નાની કાર, ત્રણ પૈડાવાળા વાહનો, એમ્બ્યુલન્સ, 350cc થી નાની મોટરસાયકલ), ફ્યુઅલ (fuel) અને પંપ ઉપકરણો, અને સર્વિસ સેક્ટર (service sector).
શું સસ્તું થયું?
રસોઈનો ખર્ચ: ખાદ્ય તેલ, લોટ, ઘી, ખાંડ, પાસ્તા, બિસ્કિટ.
બાળકોનો અભ્યાસ: નોટબુક, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી.
ઘરેલુ ઉપયોગ: સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, કિચનવેર.
દવાઓ અને વીમા પોલીસી.
ટીવી, એસી, કાર, બાઈક, ટ્રેક્ટર અને કૃષિ ઉપકરણો.
શું મોંઘું થયું?
સરકારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર ટેક્સ વધાર્યો છે. આમાં નીચેની વસ્તુઓ સામેલ છે:
વાહનો: 350cc થી વધુની મોટરસાયકલ, મોટી SUV, લક્ઝરી (luxury) અને પ્રીમિયમ કાર, રેસિંગ કાર (28% થી વધારીને 40%).
મનોરંજન અને જુગાર: કેસિનો (casino), રેસ ક્લબ, જુગાર અને સટ્ટાબાજી (28% થી 40%).
હાનિકારક ઉત્પાદનો: સિગાર, સિગારેટ, તમાકુ પ્રોડક્ટ્સ, કાર્બોનેટેડ/કેફીનયુક્ત ડ્રિંક્સ (28% થી 40%).