પેટ્રોલ-ડીઝલની કિંમત આગામી દિવસોમાં વધે તેવી શક્યતા છે. તેલ ઉત્પાદક દેશોનો સમુહ OPEC અને સહયોગી દેશના ઉત્પાદનનો ઘટાડો એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે.
આ સંજોગોમાં વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ગુરુવારે 4.2 ટકા, એટલે કે 2.67 ડોલર પ્રતિ બેરલ વધીને 66.74 થઈ ગયો છે.
અમેરિકન બજારમાં પણ ગુરુવારે ક્રૂડ ઓઈલના વાયદાનો ભાવ 5.6 ટકા વધીને 64.70 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
