News Continuous Bureau | Mumbai
Gautam Adani Clean Chit: બોમ્બે હાઈકોર્ટે સોમવારે અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ભાઈ રાજેશ અદાણી (Rajesh Adani)ને 2012થી ચાલી રહેલા એક કેસમાં ક્લીનચીટ આપી છે. અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈને આ કેસમાં મોટી રાહત મળી છે.
Gautam Adani Clean Chit: 2012થી કોર્ટમાં કેસ ચાલુ હતો.
આ કેસ 2012નો છે, જ્યારે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)એ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (Adani Enterprises Limited) અને તેના પ્રમોટરો સામે આક્ષેપો લગાવ્યા હતા. આ ચાર્જશીટમાં ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણી સહિત 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
Gautam Adani Clean Chit: કેસના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.
મુંબઈ મજિસ્ટ્રેટની અદાલતે 2014માં ગૌતમ અદાણીને આક્ષેપમુક્ત કર્યા હતા, પરંતુ SFIOએ આ આદેશને પડકાર્યો હતો. 2019માં સેશન્સ કોર્ટએ આ કેસને ફરીથી શરૂ કર્યો.
આ સમાચાર પણ વાંચો : Adani Group Motilal Nagar : ધારાવી બાદ હવે ગોરેગાંવનો આ વિસ્તાર પણ ગૌતમ અદાણી કરશે રીડેવલ્પ; લગાવી સૌથી વધુ બોલી ..
Gautam Adani Clean Chit: હાઈકોર્ટનો નિર્ણય આવકારદાયક.
ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ સેશન્સ કોર્ટના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટે તેમને તમામ આક્ષેપોમાંથી મુક્ત કરી દીધા છે.