News Continuous Bureau | Mumbai
એશિયાના ધનાઢ્યો માં બીજા નંબરે આવતા બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં હજી વધારો થયો છે. તેમની સંપત્તિમાં 2021ની સાલમાં લગભગ 49 બિલિયન ડોલર જેટલો વધારો થયો છે. કમાણીમાં તેઓ અગ્રણી અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટથી પણ આગળ નીકળી ગયા છે. 2022માં M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે બુધવારે તેની માહિતી બહાર પાડી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી જોકે 103 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય છે. જ્યારે પોર્ટ-ટુ-એનર્જી સમૂહ અદાણી ગ્રુપના વડા અદાણી બીજા નંબરે છે, તેમની સંપત્તિ 153 ટકા વધીને 81 અમેરિકન બિલિયન ડોલર થઈ છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! તમે સાંભળ્યું છે ધુમાડાને બદલે પાણી છોડનારી કાર. બજારમાં આવી નવી કાર.. જાણો વિગતે
છેલ્લા 10 વર્ષમાં, જ્યારે અંબાણીની સંપત્તિમાં 400 ટકાનો વધારો થયો છે, ત્યારે અદાણીમાં 1,830 ટકાનો વધારો થયો છે, એમ M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે તેની યાદીમાં જણાવ્યું હતું.
HCLના શિવ નાદર 28 અમેરિકન બિલિયન ડોલર સાથે સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, ત્યારબાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા 26 બિલિયન અમેરિકન ડોલર અને સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી એન મિત્તલ 25 બિલિયન અમેરિકન ડોલર સાથે છે.
M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "59 વર્ષીય ગૌતમ અદાણીસૌથી વધુ લાભ મેળવનાર છે. ગયા વર્ષે તેમની સંપત્તિમાં 49 અમેરિકન બિલિયન ડોલર ઉમેરાયા છે." તેમની કુલ સંપત્તિનો ઉમેરો "એલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ જેવા ટોચના ત્રણ વૈશ્વિક અબજોપતિઓ કરતાં વધુ છે."
રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીનમાં લિસ્ટ થયા પછી, તેમની સંપત્તિ 2020માં 17 બિલિયન અમેરિકન ડોલરથી લગભગ પાંચ ગણી વધીને 81 બિલિયન અમેરિકન ડોલર થઈ ગઈ છે.
મુકેશ અંબાણીની 2021માં અંબાણીની સંપત્તિમાં 20 બિલિયન અમેરિકન ડોલરનો વધારો થયો છે. નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર 7.6 બિલિયન અમેરિકન ડોલર સાથે હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2022માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે પ્રવેશ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સસ્તામાં ઘર ખરીદનારા ઈચ્છુકો માટે સારા સમાચાર, મ્હાડાના આટલા ઘર માટે નીકળશે લોટરી.. જાણો વિગતે