Site icon

Godrej Appliances: ગોદરેજ એપ્લાયન્સિસને આફ્ટર-સેલ્સ સર્વિસમાં નંબર 1 રેટિંગ

Godrej Appliances: ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસને હોમ એપ્લાયન્સિસ કેટેગરીમાં સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓ દ્વારા આફ્ટર-સેલ્સ સર્વિસમાં નંબર 1 રેટિંગ આપવામાં આવ્યું છે

Godrej Appliances rated number 1 in after-sales service

Godrej Appliances rated number 1 in after-sales service

News Continuous Bureau | Mumbai

Godrej Appliances: ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસને હોમ એપ્લાયન્સિસ ( Home Appliances ) કેટેગરીમાં સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓ દ્વારા આફ્ટર-સેલ્સ સર્વિસમાં નંબર 1 રેટિંગ ( Rating ) આપવામાં આવ્યું છે. આ જાણકારી ગોદરેજ એપ્લાયન્સિસ અને નિલસનઆઇક્યૂ દ્વારા ભારતના 12 શહેરોમાં કરાયેલા એક કસ્ટમ સ્ટડી*માં મળી છે. 

Join Our WhatsApp Community

કસ્ટમ સ્ટડીનો ઉદ્દેશ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ્સ દ્વારા અપાતી આફ્ટર-સેલ્સ સર્વિસ અંગે એકંદર સંતોષનું મૂલ્યાંકન કરવાનો હતો. સર્વેક્ષણ હેઠળ ઉત્તરદાતાઓમાં ગોદરેજ એપ્લાયન્સિસે સર્વોચ્ચ નેટ પ્રમોટર સ્કોર, સર્વોચ્ચ રિલેશનશીપ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસમાં સૌથી વધુ એકંદર સંતોષ મેળવ્યો છે. ઉત્તરદાતાઓ વર્તમાન એપ્લાયન્સિસ માલીકો (રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, એર કન્ડિશનર) હતાં કે જેમણે આફ્ટર સેલ્સ સર્વિસનો અનુભવ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Gautam Adani Net Worth: ગૌતમ અદાણી દર કલાકે કમાવી રહ્યા છે રુ. 45 કરોડ, છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં થયો 82 ટકાનો જબદસ્ત વધારો

આ સિદ્ધિ વિશે વાત કરતાં ગોદરેજ એન્ડ બોય્સનો ( Godrej & Boyce ) હિસ્સો ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કમાલ નંદીએ કહ્યું હતું કે, “ગોદરેજ ખાતે ગ્રાહક સંતોષ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારી પ્રોડક્ટ્સ સખ્ત ગુણવત્તા પરીક્ષણમાંથી પસાર થાય છે અને અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ એપ્લાયન્સિસ અને આફ્ટર સેલ્સ સર્વિસ ( After sales service )  ઓફર કરવા કટીબદ્ધ છીએ. સતત ત્રીજી વખત નં. 1 આફ્ટર-સેલ્સ સર્વિસની માન્યતા ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. અમે અમારી આફ્ટર-સેલ્સ સર્વિસમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને અમારા સર્વિસ એક્સપર્ટને વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રદાન કરીએ છીએ. સેવાઓને મજબૂત કરવામાં ઓટોમેશન ઉપર પણ ધ્યાન અપાય છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Exit mobile version