Site icon

Godrej & Boyce: ગોદરેજ એન્ડ બોય્સે મધ્ય પ્રદેશમાં ભારતનો સૌથી મોટો રૂફટોપ સોલર પ્રોજેક્ટ પૈકીનો એક ડિલિવર કર્યો

Godrej & Boyce: ગોદરેજ એન્ડ બોય્સે મધ્ય પ્રદેશમાં ભારતનો સૌથી મોટો રૂફટોપ સોલર પ્રોજેક્ટ પૈકીનો એક ડિલિવર કર્યો

Godrej & Boyce Delivers One of India's Largest Rooftop Solar Projects in Madhya Pradesh

Godrej & Boyce Delivers One of India's Largest Rooftop Solar Projects in Madhya Pradesh

 News Continuous Bureau | Mumbai

Godrej & Boyce: ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સે મધ્ય પ્રદેશમાં ( Madhya Pradesh ) ટેક્સટાઇલ સુવિધા માટે 12.5 MWp રૂફટોપ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યાંની જાહેરાત કરી છે. આ ઇન્સ્ટોલેશન 1 મિલિયન ચોરસફૂટથી વધુ વિશાળ મેન્યુપેક્ચરિંગ શેડમાં ફેલાયેલું છે, જે મધ્ય પ્રદેશમાં સૌથી મોટું અને ભારતમાં ત્રણ મોટા રૂફટોપ ઇન્સ્ટોલેશન પૈકીનું એક બને છે. વર્ષ 2030 સુધીમાં રિન્યૂએબલ ક્ષમતા ત્રણ ગણી કરવાના સરકારના લક્ષ્યને અનુરૂપ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા તથા કોર્પોરેટના ટકાઉપણાના લક્ષ્યોને સહયોગ કરવા માટે કટીબદ્ધ છે. 

Join Our WhatsApp Community

ગોદરેજ એન્ડ બોય્સના ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના ( Godrej Electricals & Electronics ) એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “રિન્યૂએબલ એનર્જી ( Renewable Energy ) તરફ પરિવર્તન આબોહવા પરિવર્તનને અંકુશમાં લેવાની સાથે-સાથે દેશની લાંબાગાળાની ઉર્જા સ્વતંત્રતા અને આર્થિક ટકાઉપણાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. આ સીમાચિહ્નરૂપ સોલર ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ ઔદ્યોગિક વૃદ્ધિની સાતત્યતાને બળ આપવા ભારતમાં અપાર સૌર ઊર્જાનો ( solar energy ) લાભ લેવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આપણો દેશ વર્ષ 2030 સુધીમાં તેની રિન્યૂએબલ ક્ષમતાને ત્રણ ગણી કરવાનું લક્ષ્ય રાખે છે ત્યારે અમે રોજગાર સર્જન અને ટેક્નોલોજીકલ નેતૃત્વને આગળ ધપાવવાની સાથે ઉર્જા-સઘન સેક્ટરના ડિકાર્બનાઇઝેશનમાં ઇનોવેટિવ સોલ્યુશન મહત્વપૂર્ણ બની રહેશે. સ્વચ્છ ઉર્જા ભવિષ્યની દિશામાં પરિવર્તનની આ શરૂઆત છે, જે આર્થિક સમૃદ્ધિની ખાતરી આપવાની સાથે-સાથે આગામી પેઢીઓ માટે આપણા પર્યાવરણને સુરક્ષિત રાખે છે.”

આ સમાચાર પણ વાંચો :  Wadia Group History: ટાટા-બિરલા નહીં, આ છે ભારતની સૌથી જૂની કંપની, જેની શરૂઆત જહાજો બનાવવાથી થઈ હતી.. જાણો વિગતે..

સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન હરિત ઉર્જાનો ઉપયોગ કરીને આ સુવિધાને સક્ષમ કરશે, જેનાથી અંદાજે 17 મિલિયન kWhની વાર્ષિક બચત થાય છે. ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ અને ફાર્મા સહિતના વિવિધ ઉદ્યોગોમાં સમાન પ્રોજેક્ટમાં કાર્યરત છે.

વિશ્વભરમાં ભારત ત્રીજા-ક્રમનું સૌથી મોટું સોલર પાવર જનરેટર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે દેશનું રિન્યૂએબલ એનર્જી સેક્ટર જબરદસ્ત વૃદ્ધિ અને ગતિ જોઇ રહ્યું છે. પોતાના ગ્રાહકોની ઉર્જાની જરૂરિયાતો અને ટકાઉપણાના લક્ષ્યોની ઓળખ કરતાં ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇનોવેટિવ અને વિશિષ્ટ સોલર રૂપટોપ સોલ્યુશન્સ પ્રદાન કરીને તેના પ્રયાસોને બમણા કરી રહ્યું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Exit mobile version