Site icon

Godrej Interio:ગોદરેજ ઈન્ટરિયોએ બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરી, નાણાકીય વર્ષ 2025માં ખોલશે104 નવા સ્ટોર્સ..

Godrej Interio: ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ્સમાંની એક અને ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપની કંપની, ગોદરેજ એન્ડ બોયસનો એક ભાગ,

From 1,20,000 sq.ft., Godrej Interio expanded its reach in the market

From 1,20,000 sq.ft., Godrej Interio expanded its reach in the market

News Continuous Bureau | Mumbai

Godrej Interio: ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ્સમાંની એક અને ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપની કંપની, ગોદરેજ એન્ડ બોયસનો એક ભાગ, ગોદરેજ ઈન્ટરિયો તેના મહત્વાકાંક્ષી એક્સ્પાનશન પ્લાન્સ સાથે બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરવા અને વૃદ્ધિને વેગ આપવા તૈયાર છે. કંપની ઓગસ્ટ 2024 સુધીમાં 1,20,000 ચોરસ ફૂટ રિટેલ સ્પેસ ઉમેરીને 1,000 ઈન્ટિરિયો ફર્નિચર સ્ટોર્સને વટાવી જવાની યોજના ધરાવે છે. આ બ્રાન્ડ નાણાકીય વર્ષ 2025માં 104 નવા સ્ટોર્સ પણ ખોલશે, જે ભારતમાં આધુનિક ઘરો માટે સ્ટાઇલિશ, ભવ્ય અને વિચારપૂર્વક ડિઝાઈન કરેલા ફર્નિચરને સુલભ બનાવવાના તેના મિશનમાં મહત્વપૂર્ણ છલાંગ લગાવશે.
રિટેલ વિસ્તરણ પર ટિપ્પણી કરતાં, ગોદરેજ ઈન્ટિરિયોના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસ (B2C)ના હેડ ડૉ. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “અમે અદ્યતન તકનીકી નવીનતાઓ સાથે વ્યાપક રિટેલ ઍક્સ્પાનશનને જોડીને અમારા ગ્રાહકો માટે હોમ ફર્નિશિંગ અનુભવને બેહતર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા ભૌતિક ટચપોઇન્ટ્સને નોંધપાત્ર રીતે વધારીને, અમે ફક્ત અમારી હાજરી નથી વધારી રહ્યાં પરંતુ ભારતીયો તેમના ફર્નિચર સાથે કેવી રીતે વર્તે છે, તેના દૃષ્ટિકોણને બદલી રહ્યા છીએ. વૃદ્ધિની અમારી રાષ્ટ્રવ્યાપી યોજના ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વીય વિસ્તારો માટે અનુક્રમે 34, 24, 19 અને 27 નવા સ્ટોર્સને લક્ષ્યાંકિત કરે છે. આ નવા સ્ટોર્સ પ્રેરણાના હબ તરીકે સેવા આપશે, જે દર્શાવે છે કે કેવી રીતે સુંદર રીતે આનંદદાયક, ટેક-ઇન્ટેગ્રેટેડ પ્રોડક્ટ્સ જીવનશૈલીમાં સુધારો કરી શકે છે અને આધુનિક ભારતીય ઇન્ટીરિયર્સમાં સુગમતા લાવી શકે છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃUnion Cabinet: કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી

આ મહત્વપૂર્ણ ઍક્સ્પાનશન ગોદરેજ ઈન્ટરિયોને ઉદ્યોગમાં મોખરે રાખે છે, જે મોડ્યુલર ફર્નિચર પર વ્યૂહાત્મક કેન્દ્ર, ગ્રાહકોના વર્તન પર હોમસ્કેપ્સ અભ્યાસ જેવા વ્યાપક સંશોધન, એક મજબૂત ઓમ્નીચેનલ હાજરી અને કન્સલ્ટિવ શોરૂમ અનુભવો દ્વારા સંચાલિત છે. એવો અનુમાનમાં લગાવવામાં આવ્યું છે કે 2022માં અંદાજે US$23.12 બિલિયનનું મૂલ્ય ધરાવતું ભારતીય ફર્નિચર બજાર, 2026 સુધીમાં US$32.7 બિલિયન સુધી પહોંચવા માટે 10.9%ના CAGRથી વૃદ્ધિ પામશે. ગોદરેજ ઈન્ટરિયો આ વર્ષે 20% વૃદ્ધિનો લક્ષ્ય રાખે છે અને નાણાકીય વર્ષ 25 માં 2,00,000 ચોરસ ફૂટથી વધુ રિટેલ સ્પેસ ઉમેરવાની યોજના ધરાવે છે. કંપની ઓગસ્ટમાં 1,000 સ્ટોર્સને વટાવી જવાની તૈયારીમાં છે, જે તેની ઍક્સ્પાનશનની યાત્રામાં નોંધપાત્ર ઉપલબ્ધી છે.

https://www.ibef.org/blogs/the-indian-online-furniture-industry
તેના ભૌતિક ઍક્સ્પાનશનને અનુરૂપ, આ બ્રાન્ડ તેની ડિજિટલ હાજરીને વધારવાનું ચાલુ રાખે છે. કંપનીનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ 17,000 થી વધુ પિન કોડ્સ પર સેવા આપે છે, જ્યારે ઈ-કોમર્સ પોર્ટલ પર 3D રૂમ પ્લાનર અને ‘વિઝ્યુઅલ સર્ચ’ ટૂલ જેવા અદ્યતન ડિજિટલ ટૂલ્સનું એકીકરણ, ગ્રાહકો માટે શોપિંગ અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. આ વિશેષતાઓ ગ્રાહકોને તેમની પોતાની જગ્યામાં ફર્નિચરને વિઝ્યુઅલાઈઝ કરવામાં મદદ કરે છે, જે તેમની ખરીદીની પહેલાની ચિંતાઓને દૂર કરે છે અને સંતોષમાં વધારો કરે છે. છેલ્લા વર્ષમાં 400 થી વધુ નવા ઉત્પાદનોની રજૂઆત, બજારની ખામીઓને દૂર કરવા અને પહોંચને વિસ્તારવાથી બ્રાન્ડની વૃદ્ધિને વધુ વેગ મળ્યો છે. આ નવી ઓફરિંગ્સ સુંદર રીતે આનંદદાયક ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ગ્રાહકોને બહેતર મૂલ્ય પ્રદાન કરવાની સાથે-સાથે જીવનશૈલીમાં સુધારે કરે છે અને ગ્રાહકની વિકસતી જરૂરિયાતો અને પસંદગીઓને પહોંચી વળવા માટે ગોદરેજ ઈન્ટરિયોની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain : રાજકોટમાં મેઘાની રમઝટ, લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

વધુમાં, ગોદરેજ ઈન્ટીરિયો એ મોડેલ એપાર્ટમેન્ટ્સ માટે ડેવલપર્સ માટે પસંદગીની બ્રાન્ડ છે. આ સહયોગ ઘર ખરીદનારાઓને તેમની કન્ટેમ્પરરી લિવિંગ સ્પેસને અનુરૂપ ફર્નિચર પસંદ કરવામાં મદદ કરે છે, સેમ્પલ ફ્લેટના સૌંદર્યને પ્રતિબિંબિત કરે છે અને સાથે-સાથે રંગો, કાપડને કસ્ટમાઇઝ કરવા અને મોડ્યુલર ફેરફારો કરવા માટે વિકલ્પો પ્રદાન કરે છે. પછી બ્રાન્ડ દ્વારા નવા ઘરોમાં પસંદ કરેલ ફર્નિચર મુકવામાં આવે છે, જે ઘરના માલિકો માટે તેમની પર્સનલાઇઝડ, સ્ટાઇલિશ લિવિંગ સ્પેસમાં આરામદાયક અનુભવની ખાતરી આપે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version