News Continuous Bureau | Mumbai
એક બાજુ દેશમાં મોંઘવારી (Inflation)માઝા મૂકી રહી છે ત્યાં બીજી બાજુ આમ પ્રજાની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. અમૂલ ડેરી(Amul Dairy) અને મધર ડેરી(Mother Dairy) બાદ હવે ગોકુલ દૂધ(Gokul Dairy)ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તહેવારોની સિઝનમાં લેવાયેલા આ નિર્ણયથી ગ્રાહકોને ભારે ફટકો પડશે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ વૈશ્વિક માંગ અને દૂધના પાવડર(Milk Powder)ના ભાવમાં વધારાને કારણે ગોકુલે દૂધના ખરીદ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ગોકુલ જિલ્લામાં દૂધનો સંગ્રહ 13 લાખ 15 હજાર 410 લિટર છે. વેચાણ 15 લાખથી વધુ છે. તેથી જે દૂધ ઓછું પડે છે તે બહારથી ખરીદવું પડે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય
ગોકુલ ભેંસના દૂધ(Buffalo milk)ના વેચાણ ભાવમાં લિટરદીઠ રૂ.3 અને ખરીદ ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કરવાનો નિર્ણય (17મી) બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો હતો. સાથે જ ગાયના દૂધની ખરીદ કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવશે. જોકે ગાયના દૂધ(Cow milk)ના વેચાણ ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
આ ભાવ વધારા બાદ મુંબઈ(Mumbai), પુણે(Pune)માં ભેંસના દૂધના એક લિટરની કિંમત 66 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગઈ છે. તેમજ અડધા લિટર દૂધની કિંમત રૂ. 33થી વધીને રૂ.35 થઈ છે.
આ સમાચાર પણ વાંચો : દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે
ભેંસના દૂધની ખરીદ કિંમત 6.0 ફેટ અને 9.0 SNF 45.50 પૈસા પ્રતિ લિટરે મળી રહી હતી. તે હવે 47.50 થઇ ગઈ છે અને ગાયના દૂધનો ખરીદ દર 3.5 ફેટ અને 8.5 SNF 32 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 35 રૂપિયા થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે આ નવા દરો 21 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગોકુલે છેલ્લા દોઢ વર્ષમાં દૂધના વેચાણ ભાવમાં 6 ગણો વધારો કર્યો છે