Gold and Silver Prices Surge: સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો: કિંમતી ધાતુઓના બજારમાં શુક્રવારે જોરદાર તેજી: જાણો આજના લેટેસ્ટ રેટ્સ

Gold and Silver Prices Surge: વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતો અને નીચા ભાવે નવી ખરીદી નીકળતા કિંમતોમાં જોવા મળી રિકવરી.

by Akash Rajbhar
Gold and Silver Prices Surge: Silver jumps over ₹6,500 on MCX; check today's latest rates in Ahmedabad and Mumbai.

News Continuous Bureau | Mumbai

કિંમતી ધાતુઓના બજારમાં શુક્રવારે ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે. ગુરુવારના ઘટાડા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી નોંધાઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 1.30% વધીને ₹1,54,837 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 2.4% નો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોએ નીચા સ્તરે નવી ખરીદીમાં રસ દાખવતા ભાવમાં આ તેજી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં અમદાવાદ (Ahmedabad) અને મુંબઈ (Mumbai) જેવા શહેરોમાં પણ ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે ₹1,58,440 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. લગ્નની સીઝન હોવા છતાં કિંમતોમાં આવી રહેલા ઉતાર-ચઢાવને કારણે ગ્રાહકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

ગ્લોબલ માર્કેટના ટેકાથી ભાવમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતો મજબૂત રહી છે. અમેરિકામાં ગોલ્ડ ફ્યુચર્સ 0.7% વધીને 4,985.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે, અગાઉના સત્રમાં થયેલી ભારે વેચવાલી બાદ હવે શોર્ટ કવરિંગ (Short Covering) ના કારણે બજારમાં સ્થિરતા આવી છે. વૈશ્વિક પરિબળોને કારણે ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maha Shivratri 2026: કેવી રીતે ઉજવાશે અયોધ્યા રામ મંદિરમાં મહાશિવરાત્રી? મહાકાલની નગરી ઉજ્જૈનથી પહોંચ્યા વિશેષ કલાકારો, જાણો શિવ-પાર્વતી વિવાહનું સંપૂર્ણ આયોજન

અમેરિકી રોજગારી ડેટાની અસર

અમેરિકાથી આવેલા મજબૂત રોજગારીના આંકડા એ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કટૌતીની આશાને થોડી નબળી પાડી છે. જાન્યુઆરીમાં 1,30,000 નવી નોકરીઓ ઉમેરાઈ છે, જેના કારણે હવે બજાર જુલાઈ મહિનામાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે. આ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો ફરી સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યા છે.

આગામી સમયમાં કેવો રહેશે મિજાજ?

બજાર વિશ્લેષકો માને છે કે જો વૈશ્વિક બજારોમાં સ્થિતિ સુધરશે તો એમસીએક્સ પર સોનું ₹1,55,000 ની સપાટી વટાવી શકે છે. ચાંદીમાં પણ ₹2,42,000 થી ₹2,45,000 ની રેન્જમાં મજબૂતીની શક્યતા છે. જોકે, રોકાણકારોએ આગામી મોંઘવારીના આંકડા (Inflation Data) પર નજર રાખવી પડશે, જે બજારની ભાવિ દિશા નક્કી કરશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More