Site icon

સોનાનો ભાવ વિક્રમજનક સપાટીએ 10 ગ્રામ દીઠ 47,948 રૂપિયા, તો ચાંદીમાં પણ 3 ટકા વધારો નોંધાયો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 મે 2020

લોકડાઉન 4 ના પહેલા દિવસે સોનાનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે દસ ગ્રામ સોનાનો ભાવ 47,067ની ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. આ રેકોર્ડ આજે તૂટી ગયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 881 વધી રૂ. 47,948 પર પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. તે જ સમયે, ચાંદીના વાયદા લગભગ 3 ટકા વધીને 48,053 પ્રતિ કિગ્રા થયા છે. સોનાના ભાવમાં તેજીનું કારણ કોરોના મહામારી ફાટી નીકળ્યો હોવાથી રોકાણકારો માટે સોનું પહેલી પસંદ બની ગયું છે. તેવું નિષ્ણાતોનું માનવું છે. તો બીજું નોંધપાત્ર કારણ યુ.એસ. અને ચીન વચ્ચેની વધતી દુશ્મનાવટ રહી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ 2021 સુધીમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 80 હજાર સુધી પહોંચી શકે છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝના વિશ્લેષકોએ આગાહી કરી છે કે 2021 ના ​​અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ $3000 સુધી પહોંચી શકે છે. જો $3000 ને આજના ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો આ રકમ રૂ 2,28,855 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ મુજબ નક્કી કરવામાં આવે છે. એક ઔંસનું વજન 28.34 ગ્રામ હોય છે..

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version