Site icon

દિવાળી પહેલા સોનાની કિંમતમાં જોરદાર કડાકો- ચાંદીની કિંમત પણ ઘટી- અહીં ફટાફટ ચેક કરો આજના નવા ભાવ

News Continuous Bureau | Mumbai

સોનાના ભાવ(Gold rate)માં ગઈકાલે જોવા મળેલા જબરદસ્ત ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે અને આજે પણ સોનાના ભાવ નીચે આવ્યા છે. ગઈ કાલે ચાંદી(Silver rate)માં રૂ. 2000ના ભારે ઘટાડા બાદ આજે પણ સુસ્તી સાથે વેપાર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પણ સસ્તા થયા છે અને તેમની માંગમાં ઘટાડો થયો છે. 

Join Our WhatsApp Community

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર આજે સોનું 154 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. સોનાના ભાવ MCX પર 0.30 ટકા ઘટીને રૂ. 50,869 પ્રતિ 10 ગ્રામ છે અને આ ડિસેમ્બર વાયદાના દરો છે. ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે લગભગ એક ટકા સસ્તી થઈ ગઈ છે. ચાંદીમાં આજે 567 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર વાયદા માટે ચાંદી રૂ. 58535 પ્રતિ કિલોના દરે રૂ. 567 ઘટી રહી છે.

આ સમાચાર પણ વાંચો : દિવાળી પહેલા મિથુન રાશિને લાભ આપશે મંગળ- જાણો કેવી રહેશે આ રાશિના જાતકો માટે દિવાળી 

મુંબઈ(Mumbai) – 22 કેરેટ સોનાની કિંમત રૂ 47,600 (પ્રતિ 10 ગ્રામ)

                            24 કેરેટ સોનાની કિંમત રૂ 51,930 (પ્રતિ 10 ગ્રામ)

પુણે(Pune) – 22 કેરેટ સોનાનો દર 47,630 (પ્રતિ 10 ગ્રામ)

                    24 કેરેટ સોનાની કિંમત રૂ 51,960 (પ્રતિ 10 ગ્રામ)

નાગપુર(Nagpur) – 22 કેરેટ સોનાનો દર 47,630 (પ્રતિ 10 ગ્રામ)

                             24 કેરેટ સોનાની કિંમત રૂ 51,960 (પ્રતિ 10 ગ્રામ)

નાસિક(Nasik) – 24 કેરેટ સોનાનો દર 47,630 (પ્રતિ 10 ગ્રામ)

                         22 કેરેટ સોનાની કિંમત રૂ 51,960 (પ્રતિ 10 ગ્રામ)

આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા(US Interest rate) માં વ્યાજદરમાં વધારો છે. રોકાણકારો યુએસમાં વધતા વ્યાજ દર અને ફુગાવાને ટાર્ગેટ કરી રહ્યા છે. તેની અસર આંતરરાષ્ટ્રીય બજાર(International market)ની સાથે એશિયન બજાર(Asian Market) પર પણ પડી છે. તેના કારણે સોના પર દબાણ વધ્યું છે. એવું કહેવાય છે કે રશિયા યુક્રેન યુદ્ધ(Russia Ukraine war)ની આંતરરાષ્ટ્રીય બજાર પર પણ મોટી અસર પડી છે. ત્યાંના અહેવાલો અનુસાર, યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ, ફુગાવાને અંકુશમાં લેવા માટે ડિસેમ્બર સુધીમાં વ્યાજ દરોમાં બે વખત 0.75 ટકાનો વધારો કરે તેવી શક્યતા છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version