Site icon

Gold Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આવ્યો અચાનક ઘટાડો? બજારના હિસાબે ટૂંક સમયમાં ફરી પીળી ધાતુમાં વધારાની અપેક્ષા.. જાણો શું છે આજનો નવો ભાવ..

Gold Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે અને કિંમતી ધાતુના ભાવ દરરોજ બદલાય રહ્યા છે. છેલ્લા બે મહિનાના સોનાની કિંમતમાં ઘણો વધારો નોંધાયો હતો. જે બાદ હવે તેમાં સ્થિરતા જોવા મળી રહી છે. તો જાણો શું છે આજનો નવો ભાવ..

Gold Silver Rate Today Good news for customers! The price of gold and silver has come down, know what is the new price

Gold Silver Rate Today Good news for customers! The price of gold and silver has come down, know what is the new price

 News Continuous Bureau | Mumbai 

Gold Silver Rate Today: સોના-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ( gold-silver prices )  નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મોટા ઉછાળા બાદ આજે ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી બંને કીમતી ધાતુઓના ભાવમાં થયેલા વધારાને આજે સ્થિરતા આવી હતી. જાણો હવે શું સોના-ચાંદીના નવા ભાવ… 

Join Our WhatsApp Community

આ સપ્તાહની શરૂઆતમાં સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સોનાનો ભાવ ( Gold price ) 75 હજાર સુધી પહોંચી ગયો હતો. 20 મેના રોજ સોનું રૂ.500 વધ્યું હતું. બીજા દિવસે સોનામાં 650 રૂપિયાનો ઘટાડો થયો હતો. 22 મેના રોજ ભાવ સ્થિર હતો. ગુરુવારે ભાવમાં રૂ.1100નો ઘટાડો થયો હતો. 24 મેના રોજ ભાવમાં રૂ. 980નો ઘટાડો થયો હતો. તેથી GoodReturns અનુસાર, હાલ 22 કેરેટ સોનાની કિંમત હવે 66,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

 Gold Silver Rate Today: છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ ગ્રાહકો અને રોકાણકારોને 18% વાર્ષિક વળતર આપ્યું છે…

આ બે સપ્તાહમાં ચાંદીમાં ( silver ) 12,000થી વધુની તેજી આવી છે. પરંતુ આ અઠવાડિયે, 20 મેના રોજ ચાંદીમાં 3500 રૂપિયાનો વધારો થયો હતો. તો 21 મેના રોજ ચાંદી રૂ.1900 ( silver price ) સસ્તી થઈ હતી. 22 મેના રોજ ચાંદીમાં રૂ. 1200નો વધારો થયો હતો. 23 મેના રોજ ચાંદીની કિંમતમાં 3300 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો 24 મેના રોજ ચાંદી 500 રૂપિયા સસ્તી થઈ હતી. GoodReturns અનુસાર, હવે એક કિલો ચાંદીની કિંમત 92,000 રૂપિયાના ભાવે બજારમાં ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો:  Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડની ડિલ કરશે, ગ્રાહકોને થશે આ ફાયદો

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  ( IBJA ) ના જણાવ્યા અનુસાર સોનાની સાથે ચાંદી પણ સસ્તી થઈ છે. જેમાં હવે 24 કેરેટ સોનું 72,028 રૂપિયા, 23 કેરેટ 71,740 રૂપિયા, 22 કેરેટ 65,978 રૂપિયા હતું. 18 કેરેટ વધીને રૂ. 54,021, 14 કેરેટ વધીને રૂ. 42,136 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. તો એક કિલો ચાંદીનો ભાવ વધીને રૂ.89,762 થયો હતો. વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી પર કોઈ ટેક્સ, ડ્યુટી નથી. જ્યારે બુલિયન માર્કેટમાં ( bullion market ) ડ્યુટી અને ટેક્સના સમાવેશને કારણે ભાવમાં તફાવત જોવા મળે છે.

છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ ગ્રાહકો અને રોકાણકારોને 18% વાર્ષિક વળતર આપ્યું છે. દરમિયાન નિફ્ટીએ વાર્ષિક ધોરણે લગભગ 15 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. અલબત્ત, જો તમે 1, 3, 10 અને 15 વર્ષના ડેટા પર નજર નાખો તો જોઈ શકાય છે કે નિફ્ટીએ સોનાને પાછળ રાખી દીધો છે. છેલ્લા સાત વર્ષમાં બંનેના વળતર સરખા હતા. દરમિયાન, નિફ્ટીએ 15% CAGR વળતર નોંધાવ્યું હતું જ્યારે સોનામાં 14% નો વધારો નોંધાયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version