News Continuous Bureau | Mumbai
Gold Silver Price Today : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લોકો સોના-ચાંદીની ખરીદીમાં વ્યસ્ત છે. ખુશીની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા હતા, પરંતુ હવે તેના ભાવ ઘટી રહ્યા છે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ 7 દિવસમાં સોના અને ચાંદીમાં કેટલા રૂપિયાનો ઘટાડો થયો?
Gold Silver Price Today : સોનું અને ચાંદી સસ્તા
મહત્વનું છે કે શનિવારે બજાર બંધ રહે છે, પરંતુ જો બજારના છેલ્લા દિવસ એટલે કે શુક્રવાર સુધી આ સપ્તાહની શરૂઆતની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગયા સપ્તાહની સરખામણીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 69,350 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં પણ 3,820 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ સપ્તાહે ચાંદીના ભાવમાં રૂ.4,500નો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચાંદીની કિંમત વધીને 89,500 રૂપિયા પ્રતિ 1 કિલો થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Anil Ambani R Com: અનિલ અંબાણીને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, હવે આ બેંકે રિલાયન્સ પર લગાવ્યું ‘ફ્રોડ’નું ટેગ, જાણો સમગ્ર મામલો
Gold Silver Price Today : મહાનગરોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
- દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 69500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 75800 રૂપિયા.
- મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 69350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 75650 રૂપિયા.
- કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 69350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 75650 રૂપિયા.
- ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 69350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 75650 રૂપિયા.
Gold Silver Price Today : મહાનગરોમાં પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ
- દિલ્હીમાં ચાંદીની કિંમત 89,500 રૂપિયા.
- મુંબઈમાં ચાંદીની કિંમત 89,500 રૂપિયા.
- કોલકાતામાં ચાંદીની કિંમત 89,500 રૂપિયા.
- ચેન્નાઈમાં ચાંદીની કિંમત 99,000 રૂપિયા.
જણાવી દઈએ કે ભારતમાં સોના અને ચાંદીના દાગીનાની કિંમતો એક્સાઇઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જિસને કારણે વધઘટ થાય છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારો અને વિશ્વની ઘટનાઓ પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની અસર વૈશ્વિક બજારમાં પણ જોવા મળી હતી.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)