Site icon

Gold Silver Price Today : સારા સમાચાર…  સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; જાણો લેટેસ્ટ રેટ.. 

 Gold Silver Price Today : તહેવારોની સિઝન પૂરી થતાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં વધઘટ થાય છે. ગત સપ્તાહમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લગ્નની સિઝન નજીક આવી રહી છે ત્યારે સોના-ચાંદીના આ ભાવ ગ્રાહકોને રાહત આપી રહ્યા છે. કારણ કે સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. 

Gold Silver Price Today Todays Silver Rate in mumbai, Silver Price on 16th Nov 2024

Gold Silver Price Today Todays Silver Rate in mumbai, Silver Price on 16th Nov 2024

News Continuous Bureau | Mumbai

Gold Silver Price Today : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લોકો સોના-ચાંદીની ખરીદીમાં વ્યસ્ત છે. ખુશીની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા હતા, પરંતુ હવે તેના ભાવ ઘટી રહ્યા છે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ 7 દિવસમાં સોના અને ચાંદીમાં કેટલા રૂપિયાનો ઘટાડો થયો?

Join Our WhatsApp Community

Gold Silver Price Today : સોનું અને ચાંદી સસ્તા

મહત્વનું છે કે શનિવારે બજાર બંધ રહે છે, પરંતુ જો બજારના છેલ્લા દિવસ એટલે કે શુક્રવાર સુધી આ સપ્તાહની શરૂઆતની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગયા સપ્તાહની સરખામણીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 69,350 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં પણ 3,820 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ સપ્તાહે ચાંદીના ભાવમાં રૂ.4,500નો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચાંદીની કિંમત વધીને 89,500 રૂપિયા પ્રતિ 1 કિલો થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Anil Ambani R Com: અનિલ અંબાણીને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, હવે આ બેંકે રિલાયન્સ પર લગાવ્યું ‘ફ્રોડ’નું ટેગ, જાણો સમગ્ર મામલો

Gold Silver Price Today :  મહાનગરોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ

Gold Silver Price Today :  મહાનગરોમાં પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ

જણાવી દઈએ કે ભારતમાં સોના અને ચાંદીના દાગીનાની કિંમતો એક્સાઇઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જિસને કારણે વધઘટ થાય છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારો અને વિશ્વની ઘટનાઓ પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની અસર વૈશ્વિક બજારમાં પણ જોવા મળી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
RBI Gold Shopping :RBI ની સોનાની ધૂમ ખરીદી: ૧ અઠવાડિયામાં અધધ આટલા ક્વિન્ટલ સોનું ખરીદ્યું; ડોલર પણ પાછળ રહ્યો
Gold Return : શેરબજાર અને બિટકોઈન નહીં.. સોનું જ ખરું રિટર્ન આપે છે. છેલ્લે ૬ વર્ષમાં આટલા ટકા રિટર્ન મળ્યું છે…
Exit mobile version