Site icon

હવે RTOના ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી  જેવી 18 સુવિધાઓ. જાણો વિગતે 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવવાનું કામ હવે પુરી રીતે ઓનલાઇન કરવામાં આવી શકે છે, જેનો અર્થ છે કે હવેથી માત્ર આધાર ઓથેન્ટિકેશનની મદદથી કોઇ પણ પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શકે છે. સાથે જ ડુપ્લીકેટ આરસી અને આ રીતની બીજી સેવાઓ પણ ઓનલાઇન મળી શકશે અને તે પણ આરટીઓ કર્યા વગર.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, તેને ઇલેકટ્રોનિક્સ અને સૂચના પ્રોધોગિકી મંત્રાલય પાસેથી પરવાનગી લઇ લીધી છે, જેમાં ગવર્નન્સમાં ડિઝિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી શકે. જે લોકો ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માંગે છે, તેમણે આધાર ઓથેન્ટિકેશનથી પસાર થવુ પડશે. મંત્રાલયે લગભગ 18 કોન્ટેક્ટલેસ સેવાઓની રજૂઆત કરી છે. જે નીચે મુજબ છે… 

– લર્નર્સ લાઇસન્સ

– ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવુ

– ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ

– ડ્રાઇવિંગ લાઇસન્સમાં એડ્રેસ બદલાવવુ અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ બનાવવુ

– આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ

– વ્હીકલની ક્લાસ છોડવી

– મોટર વાહનના અસ્થાયી રજિસ્ટ્રેશન માટે અરજી

– પુરી રીતે બિલ્ટ બોડી સાથે મોટર વાહન રજિસ્ટ્રેશન માટે અરજી

– રજિસ્ટ્રેશનનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ જાહેર કરવા માટે અરજી

– રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે એનઓસીની ગ્રાંટ માટે અરજી

– મોટર વાહનના માલિકીના હકની ટ્રાન્સફરની સૂચના

– મોટર વાહનના માલિકાના હકના ટ્રાન્સફર માટે અરજી

– રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં એડ્રેસ બદલવાની સૂચના

– માન્યતા પ્રાપ્ત ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટરથી ડ્રાઇવર ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન માટે અરજી

– રાજકીય અધિકારીના મોટર વાહનના રજિસ્ટ્રેશન માટે અરજી

એટલે કે હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ અન્ય દસ્તાવેજની જરૂર રહેશે નહીં. તમે parivahan.gov.in પર જઈને તમારા આધાર કાર્ડને વેરિફાઈ કર્યા  બાદ તમે નક્કી કરાયેલી 18 સુવિધાઓમાંથી કોઈ પણ સુવિધાનો ફાયદો ઘરે બેઠા લઈ શકો છો. 

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version