ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જૂન 2021
શનિવાર
કોરોનાએ દેશના લાખો લોકોની નોકરીને અસર કરી છે. અનેક લોકો બેરોજગાર થયા છે. ત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા નાગરિકો માટે સરકારે એક રાહત જાહેર કરી છે. તે મુજબ કોરાનાની સારવાર અને મૃત્યુ મામલામાં ખર્ચ થયેલી રકમને આવકવેરામાંથી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ એક્સ ગ્રેશિયા એટલે કે અનુગ્રહ રાશિ ઉપર પર છૂટ આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.
નવા બંધને કારણે વેપારીઓની દુકાન બંધ પરંતુ ફેરિયાઓને છૂટોદોર.. આવું શા માટે ? જાણો વિગત
વિત્ત રાજયમંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કોઈ કંપનીનો માલિક પોતાના કર્મચારીના કોરાનાની ઈલાજનો સારવારનો ખર્ચ ચૂકવશે. અથવા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની સારવાર માટે પૈસા ચૂકવે છે, તો તે રકમને આવકવેરામાંથી મુક્તિ મળશે.