News Continuous Bureau | Mumbai
એર ઈન્ડિયાને(Air india) વેચી નાંખ્યા બાદ કેન્દ્ર સરકારે(Central Govt) હવે હેલિકોપ્ટર(Helicopter) સેવાઓ ઉપલબ્ધ કરાવનારી પવનહંસ કંપની માં(Pawan Hans) રહેલી પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી નાખી છે.
ઉત્તરાખંડ(Uttarakhand) અને હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા દરે સેવા ઉપલબ્ધ કરાવનારી પવનહંસ કંપની માં સરકારની 51% ભાગીદારી હતી, જેના માટે થોડા દિવસો અગાઉ બોલી બોલવામાં આવી હતી.
શુક્રવારે નાણા મંત્રાલયે(Finance ministery) જણાવ્યું કે કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણની(Nirmala Sitharaman) સાથે રોડ ટ્રાન્સપોર્ટેશન પ્રધાન(Road transportation minister) નિતીન ગડકરી(Nitin Gadkari) અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની(Jyotiraditya Scindia) ઉપસ્થિતિ વાળી કેબિનેટ કમિટી(Cabinet committee) એ શુક્રવારે આ બોલી પર વિચાર કર્યો. જે બાદ આર્થિક બાબતની આ કેબિનેટ સમિતિએ સૌથી મોટી બોલી બોલનાર સ્ટાર 9 મોબિલિટી( Star9 Mobility) પ્રાઇવેટ લિમિટેડના ટેન્ડરને ગ્રીન સિગ્નલ આપી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો ફટકોઃ ખાદ્ય તેલના ભાવ આસમાને. આ દેશ પામતેલ પરનો એક્સપોર્ટ પરનો પ્રતિબંધ નહીં હટાવ્યો ભાવમાં હજી થશે ભડકો જાણો વિગતે.