Site icon

GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ

GST 2.0: તાજેતરમાં મળેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% સુધીનો ટેક્સ લાદવામાં આવ્યો છે, પરંતુ દારૂની કિંમતો પર તેની કોઈ અસર નહીં થાય. જાણો કેમ.

GST 2.0 સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત

GST 2.0 સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત

News Continuous Bureau | Mumbai
GST 2.0: બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 8 વર્ષ બાદ GST રેટમાં ઘટાડો થવાથી આમ જનતાને ઘણી રાહત મળવાની શક્યતા છે, પરંતુ આ ફેરફારો વચ્ચે એક સવાલ ઉભો થયો છે કે શું દારૂની કિંમતો પણ વધશે? આનો જવાબ છે – ના. આનું મુખ્ય કારણ એ છે કે દારૂને GST ના કાયદાથી બહાર રાખવામાં આવ્યો છે.

હાનિકારક ઉત્પાદનો પર 40% GST

GST કાઉન્સિલ દ્વારા વર્તમાન ઇનડાયરેક્ટ ટેક્સ માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે GSTના ચાર સ્લેબ 5, 12, 18 અને 28 ટકાને બદલે બે જ સ્લેબ 5% અને 18% રહેશે, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. GST દરમાં ઘટાડો થવાથી સરકારની આવકમાં અંદાજે 48,000 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે 40% નો એક નવો ટેક્સ સ્લેબ બનાવ્યો છે, જેમાં તમામ ‘સિન પ્રોડક્ટ્સ’ જેવા કે સિગારેટ, પાન મસાલા અને તમાકુને સમાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

GST ના દાયરાથી દારૂ બહાર કેમ?

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલ અને દારૂને સંપૂર્ણપણે GSTના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. દારૂના વેચાણમાંથી થતી કમાણી રાજ્ય સરકાર માટે તેમની કુલ ટેક્સ રેવન્યુનો એક મોટો ભાગ હોય છે, જે કેટલાક રાજ્યોમાં 15% થી 25% સુધી પહોંચી જાય છે. આ જ કારણથી, દારૂને GSTમાં સમાવવામાં આવ્યો નથી. જો દારૂને GSTમાં સામેલ કરવામાં આવે તો રાજ્ય સરકારની આવક પર સીધી અસર પડશે, જેનાથી તેમના વિકાસ અને અન્ય ખર્ચાઓ માટે ભંડોળ એકઠું કરવું મુશ્કેલ બનશે.

આ સમાચાર પણ વાંચો : Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ

શું દારૂની કિંમતો પર કોઈ અસર થશે?

GSTના નવા દરોમાં ફેરફાર થવાથી દારૂની કિંમતો પર કોઈ અસર થશે નહીં. GST 2.0 લાગુ થવા છતાં પણ દારૂના ભાવ રાજ્ય સરકારોના નિયંત્રણમાં રહેશે અને રાજ્ય સરકારો જ તેના પર ટેક્સ નક્કી કરતી રહેશે. આનો સીધો અર્થ એ છે કે જ્યાં તમાકુ અને સંબંધિત ઉત્પાદનો મોંઘા થશે, ત્યાં દારૂ પર હાલમાં કોઈ અસર નહીં પડે અને તેની કિંમત રાજ્ય સરકારના નિર્ણય પર જ આધાર રાખશે.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Exit mobile version