Site icon

GST Collections : મોદી સરકારની તિજોરી છલકાઈ! સપ્ટેમ્બર 2024માં તોતિંગ GST કલેક્શન; જાણો આંકડા..

GST Collections : સપ્ટેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન અગાઉના મહિનાની સરખામણીએ ઘટીને રૂ. 1.73 લાખ કરોડ થયું હતું. ગયા મહિને આ આંકડો 1.75 લાખ કરોડ રૂપિયા હતો. 1 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 6.3 ટકાનો વધારો થયો છે.

GST Collections India's September GST collection rises 6.5 percent YoY at Rs 1.73 lakh crore

GST Collections India's September GST collection rises 6.5 percent YoY at Rs 1.73 lakh crore

News Continuous Bureau | Mumbai

GST Collections : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન ( GST Collection rises ) ના આંકડા આવી ગયા છે. સપ્ટેમ્બર 2024માં ગુડ્ઝ એન્ડ સર્વિસ કલેક્શન રૂ. 1.73 લાખ કરોડ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1.63 લાખ કરોડ કરતાં 6.5 ટકા વધુ છે. જોલે ઓગસ્ટ 2024માં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયા હતું. GST રિફંડ જારી કર્યા પછી, સપ્ટેમ્બર મહિનામાં કુલ કલેક્શન 4 ટકા વધીને રૂ. 1.53 લાખ કરોડ થયું છે.

Join Our WhatsApp Community

GST Collections : પ્રથમ છ મહિનામાં રૂ. 10.72 લાખ કરોડનું કલેક્શન

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ મહિનામાં એપ્રિલમાં 2.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન જોવા મળ્યું હતું, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. પરંતુ ત્યાર બાદ કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. મે 2024માં 1.73 લાખ કરોડ રૂપિયા, જૂનમાં 1.6 લાખ કરોડ રૂપિયા, જુલાઈ 2024માં 1.82 લાખ કરોડ રૂપિયા અને ઑગસ્ટમાં 1.74 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ GST કલેક્શન 10.72 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Income Tax Relief: કરદાતાઓને મોટી રાહત, આવકવેરા વિભાગે સમય મર્યાદા લંબાવી; હવે આ તારીખ સુધી ઓડિટ રિપોર્ટ સબમિટ કરી શકાશે..

GST Collections : રિફંડમાં 31 ટકાનો ઉછાળો

GST કલેક્શનના ડેટા મુજબ સપ્ટેમ્બર મહિનામાં કુલ CGST કલેક્શન રૂ. 31,422 કરોડ, SGST કલેક્શન રૂ. 39,283 કરોડ, IGST કલેક્શન રૂ. 46,087 કરોડ અને સેસ કલેક્શન રૂ. 11,059 કરોડ હતું. એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુ રૂ. 1,27,850 કરોડ રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,20,686 કરોડ હતી. કુલ આયાત આવક રૂ. 45,390 કરોડ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ રૂ. 20,458 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે, જે અગાઉના વર્ષમાં રૂ. 15,614 કરોડ હતું.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
RBI Governor Sanjay Malhotra: ટ્રમ્પના ટેરિફ સામે RBI ગવર્નરનો સંદેશ: અમેરિકામાં કહ્યું – ભારતના ફંડામેન્ટલ્સ મજબૂત છે, મોટો ખતરો નથી
Exit mobile version