Site icon

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ

જીએસટીમાં ઘટાડો થવાને કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની કિંમતો ઓછી થશે. કંપનીઓએ તેની જાહેરાત પણ કરી દીધી છે.

GST Rate Cut જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર

GST Rate Cut જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર

News Continuous Bureau | Mumbai
જીએસટીમાં ઘટાડો થવાને કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની કિંમતો ઓછી થશે. કંપનીઓએ તેની જાહેરાત પણ કરી દીધી છે. મોટી એસયુવી પર 5 થી 7 ટકા અને નાની કાર પર 10 થી 11 ટકા કર ઓછો થશે. આના પરિણામે, ઘણા ગ્રાહકો બેંકોમાં ઉમટી પડ્યા છે. જીએસટીના દરમાં ઘટાડો થવાથી કારની કિંમતો ઘટશે અને આ ઘટાડો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. જે લોકોએ નવરાત્રિ અને દશેરામાં ગાડી મળે તેવા પ્લાનિંગ સાથે ગાડીઓ બુક કરાવી છે, તેમની લોન બેંકોએ મંજૂર કરી દીધી છે. પરંતુ, હવે ભાવ ઓછો અને લોન વધુ એવી સ્થિતિ સર્જાઈ છે. જો ભાવ ઘટશે તો આ લોકોને લોન પણ ઓછી જોઈશે. આ કારણે, જેમની લોન મંજૂર થઈ ગઈ છે તેવા ગ્રાહકો લોન રદ કરવા પાછળ લાગ્યા છે.

GST સ્લેબમાં ફેરફાર અને તેની અસર

આ મહિનાના પહેલા અઠવાડિયામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં 12% અને 28% ના જીએસટી સ્લેબ હટાવી દેવામાં આવ્યા છે. આને કારણે જે વસ્તુઓ આ ટેક્સમાં આવતી હતી તે કાં તો 5% અથવા 12% ના સ્લેબમાં આવી ગઈ છે. જ્યારે પ્રીમિયમ વસ્તુઓ 40% ના સ્લેબમાં ગઈ છે. આમાં વાહનોનો પણ સમાવેશ થાય છે. આના કારણે 1200 સીસી કરતા ઓછી ક્ષમતાની કારની કિંમતોમાં 60,000 થી 1.55 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આની અસર હવે બેંકો પર પણ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vannu The Great: અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ,અભિનેત્રી રડતા રડતા સંભળાવી આપવીતી

લોન કેન્સલ કરવા માટે બેંકોમાં ભીડ

જે ગ્રાહકોની કાર લોન પહેલાથી જ મંજૂર થઈ ગઈ હતી તેઓ હવે લોન રદ કરવા માટે સંબંધિત બેંક શાખાઓનો સંપર્ક કરી રહ્યા છે. આ લોન રદ કરવા માટે નો ચાર્જ ખૂબ ઓછો છે અને 22 સપ્ટેમ્બર પછી મળનાર ફાયદો તેના કરતા ઘણો વધારે છે. તેથી, લોકો જૂની લોન છોડીને નવી રીતે લોન પ્રક્રિયા કરાવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે, તેમ એક બેંક મેનેજરે જણાવ્યું છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version