News Continuous Bureau | Mumbai
GST Rate Hike: જે લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરે છે તેમના ખિસ્સા પર બોજો વધવાનો છે. વાસ્તવમાં તેના પર લાગુ જીએસટી દરમાં વધારો થઈ શકે છે. GST કાઉન્સિલની બેઠક પહેલાં, દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા મંત્રી જૂથ (GoM) એ તમાકુ ઉત્પાદનો પર GST 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21 ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.
GST Rate Hike: હાનિકારક ઉત્પાદનો પર GST દર વધશે
અહેવાલ મુજબ, સોમવારે GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા પ્રધાનોના જૂથે સિગારેટ અને તમાકુ તેમજ ઠંડા પીણા જેવા હાનિકારક ઉત્પાદનો પરનો GST દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી હતી. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે, તો આ ઉત્પાદનોની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.
GST Rate Hike: 21 ડિસેમ્બરે જેસલમેરમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક
આ મહિને 21 ડિસેમ્બરે જેસલમેરમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. અને આ બેઠકમાં જીએસટીના દરમાં સુધારા અંગે વિચારણા કરવામાં આવશે. હાલના 4 GST દરોમાં સૌથી વધુ દર 28 ટકા છે. એવા સંકેતો છે કે તે વધી શકે છે અને તમાકુ ઉત્પાદનો અને સોફ્ટ ડ્રિંક્સ જેવી હાનિકારક વસ્તુઓ પર નવા ટેરિફ લાવી શકે છે.
GST Rate Hike:વતર્માન જીએસટી દર
હાલમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર જીએસટી દર છે. વર્તમાન દરો મુજબ, કાપડ ઉદ્યોગ એટલે કે તૈયાર વસ્ત્રો પર 5 ટકા GST છે. જો કે, 1,000 રૂપિયાથી વધુની કિંમતના કપડા પર GST દર 5 ટકાને બદલે 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે. 10,000 રૂપિયાથી વધુના કપડાં પર લક્ઝરી આઇટમ તરીકે મહત્તમ 28 ટકાના દરે ટેક્સ લગાવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : December 2024 Bank Holiday : ડિસેમ્બર માં 8, 10 કે 12 દિવસ નહીં પણ આટલા દિવસ બેંકો રહેશે બંધ, ફટાફટ નોટ કરી લો તારીખો…
GST Rate Hike:GST 2017માં લાગુ કરવામાં આવ્યો
જૂની પરોક્ષ કર પ્રણાલીની જગ્યાએ 2017માં સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ દેશમાં આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવે છે. સરકારે 29 માર્ચ 2017ના રોજ GST પસાર કર્યો હતો અને ત્યારબાદ 1 જુલાઈ 2017ના રોજ આ નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ સાથે વેટ, એક્સાઈઝ ડ્યુટી (ઘણી વસ્તુઓ પર) અને સર્વિસ ટેક્સ જેવા 17 ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 7 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા GSTથી દેશના લોકો પર ટેક્સનો બોજ ઘટાડવામાં મદદ મળી છે.