News Continuous Bureau | Mumbai
Hero Moto Corp: દેશની ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પને હવે આવકવેરાના ( Income Tax ) મામલામાં મોટી રાહત મળી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તાજેતરમાં એક ઓર્ડરમાં કંપનીને આ રાહત આપી છે અને રૂ. 2300 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડના ઓર્ડરને ( Tax Demand Order ) રદ કરી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે આ જાણકારી આપી છે.
હીરો મોટો કોર્પે ગુરુવાર, 25 જુલાઈના રોજ એક નિયમનકારી ફાઈલિંગમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ( ITAT ) ના તાજેતરના નિર્ણય વિશે સ્ટોક એક્સચેન્જોને ( stock exchange ) જાણ કરી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ITAT એ રૂ. 2,336.71 કરોડના ટેક્સ ડિમાન્ડનો ઓર્ડર હવે રદ કર્યો છે, જે આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ 2021-22 માટે કંપનીને મોકલવામાં આવ્યો હતો.
Hero Moto Corp: હવે આવકવેરા ડિમાન્ડ ઓર્ડરને અમાન્ય જાહેર કર્યો છે….
કંપનીના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેના તાજેતરના આદેશમાં તેની અપીલને માન્ય રાખી છે અને આવકવેરા ડિમાન્ડ ઓર્ડરને અમાન્ય જાહેર કર્યો છે. આ રીતે હીરો મોટો કોર્પ તરફથી કરવામાં આવેલી રૂ. 2,300 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ હવે અમાન્ય બની ગઈ છે. નોંધનીય છે કે, હીરો મોટો કોર્પે આવકવેરા વિભાગના ટેક્સ ડિમાન્ડ ઓર્ડર સામે એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.
આ મામલો લગભગ એક દાયકા પહેલા ભારતીય કંપની હીરો અને જાપાનીઝ કંપની હોન્ડા વચ્ચેના સંયુક્ત સાહસને અલગ પાડવા સાથે સંબંધિત છે. અગાઉ હીરો અને હોન્ડા હીરો, હોન્ડા નામથી જોઈન્ટ વેન્ચર ચલાવતા હતા અને ભારતીય બજારમાં હીરો હોન્ડા ( Hero Honda ) બ્રાન્ડ નામ હેઠળ ટુ-વ્હીલર વેચતા હતા. આ જોઈન્ટ વેન્ચર 2010 માં સમાપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે હસ્તાક્ષર કરાયેલા સોદા હેઠળ, હોન્ડાએ જોઈન્ટ વેન્ચરમાં તેનો સંપૂર્ણ હિસ્સો હીરો જૂથને વેચી દીધો હતો. ત્યારથી, Hero Group અને Honda બંને ભારતીય બજારમાં અલગ-અલગ ટુ-વ્હીલરનો બિઝનેસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Gold-Silver Prices: કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઘટાડો, 3 દિવસમાં સોનું રૂ.5000 અને ચાંદી રૂ.6,400 થયું સસ્તું, જાણો વિગતે….
જોઈન્ટ વેન્ચર હીરો હોન્ડા મોટર લિમિટેડમાં હોન્ડાની 26 ટકા ભાગીદારી હતી. તો હીરો ગ્રુપની હીરો ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 3,841.83 કરોડમાં હોન્ડાનો 26 ટકા હિસ્સો (5.19 કરોડ શેર) ખરીદ્યો હતો. આ સોદો શેર દીઠ રૂ. 739 ના દરે ઓફ-માર્કેટ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગની ટેક્સ ડિમાન્ડ આ જ ડીલ સાથે સંબંધિત હતી. જો કે, હીરો કંપનીએ કહ્યું હતું કે, તેમણે આ ડીલ સામે બાકીની ટેક્સની રકમ ચૂકવી દીધી છે.