Site icon

1લી નવેમ્બરથી LPG ગેસ મેળવવા માટે OTP જરૂરી. જાણો ગેસ ડિલિવરીને લઈ બીજા કયા ફેરફારો થયાં…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

16 ઓક્ટોબર 2020

ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે હોવી મોબાઈલ અને ડીજીટલ વ્યવસ્થા નો ઉપયોગ થશે. એક નવેમ્બરથી હોમ ડિલિવરી સિસ્ટમમાં બદલાવ થવાનો છે. LPG સિલિન્ડર હવે આગામી દિવસોમાં OTP વગર નહીં મળે. રિપોર્ટ અનુસાર ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકની ઓળખાણ કરવા માટે ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવાની છે. આ નવી સિસ્ટમને DAC (Delivery Authentication Code) નું નામ આપવામાં આવ્યું છે. 100 સ્માર્ટ સિટીમાં હાલ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. 

હવે ફક્ત બુકિંગ કરાવી લેવાથી સિલિન્ડરની ડિલિવરી નહીં થાય. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામા આવશે અને જ્યાં સુધી તમે ડિલિવરી બોયને તે કોડ દેખાડશો નહીં ત્યાં સુધી સિલિન્ડરની ડિલિવરી નહીં થાય. જો કોઈ કસ્મટરનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી બોયની પાસે App હશે, જેના મારફતે મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે અને તે બાદ જ કોડ જનરેટ થશે.

આ સિસ્ટમ ને કારણે જે બેનંબર માં ગેસની કાળા બજારી થતી હતી તેના પર ખાસ્સી રોક લાગી જશે. આને કારણે જેઓનું એડ્રેસ અને મોબાઈલ નંબર ખોટા હશે તેવાં લોકોની  સિલિન્ડરની ડિલિવરીને રોકવામાં આવી શકે છે. નોંધનીય છે કે જયપુરમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી ચાલી રહ્યો છે. બાદમાં ધીમે-ધીમે બીજી સિટીમાં આ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગુ નહીં પડે.

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version