News Continuous Bureau | Mumbai
સ્માર્ટફોન બ્રાન્ડ Honorએ તેનો બજેટ સેગમેન્ટ ફોન Honor Play 30M લોન્ચ કર્યો છે. આ ફોનને હાલમાં ચીનના માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. નવો ફોન Honor Play 30 ના અપગ્રેડ ફેઝ પર રજૂ કરવામાં આવ્યો છે, જે આ વર્ષે મેમાં લોન્ચ થયો હતો. Honor Play 30Mમાં Snapdragon 480G Plus પ્રોસેસર આપવામાં આવ્યું છે. 6 GB રેમવાળા ફોનમાં 128 GB સ્ટોરેજ સપોર્ટેડ છે. ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે.
Honor Play 30Mની કિંમત
Honor Play 30Mને ત્રણ કલર ઓપ્શન સિલ્વર, બ્લુ અને બ્લેકમાં રજૂ કરવામાં આવ્યો છે. ફોનના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1299 ચીની યુઆન (લગભગ 14,700 રૂપિયા) છે.
આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ- લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ
Honor Play 30Mની વિશિષ્ટતાઓ
Honor Play 30Mમાં 6.5-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે, જે (1600 x 720 પિક્સેલ્સ) રિઝોલ્યુશન સાથે આવે છે. ફોન સ્નેપડ્રેગન 480G પ્લસ પ્રોસેસર અને 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજને સપોર્ટ કરે છે. ફોનમાં સિક્યોરિટી માટે સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Honor Play 30Mનો કેમેરા અને બેટરી
ફોન સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ કેમેરા ઉપલબ્ધ છે, જેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર ઉપલબ્ધ છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર છે. ફોન સાથે 5000mAh બેટરી અને 10W ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ છે. ફોન 5G કનેક્ટિવિટી સાથે આવે છે, બ્લૂટૂથ, Wi-Fi, GPS અને A-GPS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ગ્રીન મોનાકીની પહેરીને પુલમાં ઉતરી કમોલિકા ઉર્ફે ઉર્વશી ધોળકિયા- દિલકશ અંદાજથી લોકોને કર્યા મંત્રમુગ્ધ- જુઓ ફોટોગ્રાફ્સ