Site icon

Parle G: એક શિંપીએ શરૂ કર્યો Parle G નો વ્યવસાય, ભારતીય સૈનિકો માટે બનેલું બિસ્કીટ આજે દેશનું ગૌરવ, જાણો તેનો ઇતિહાસ

Parle G: 1939માં મોહનલાલ ચૌહાણે ભારતીય સૈન્ય માટે Parle G બિસ્કિટ બનાવવા નો કોન્ટ્રાક્ટ મેળવ્યો, આજે 17,000 કરોડથી વધુનો વ્યવસાય

Parle G

Parle G

News Continuous Bureau | Mumbai 

 પાર્લે જી (Parle G) નો જન્મ 1939માં થયો હતો, જ્યારે મોહનલાલ ચૌહાણ ને ભારતીય સૈન્ય માટે સસ્તું, શક્તિવર્ધક અને ટકાઉ બિસ્કીટ બનાવવા નો કોન્ટ્રાકટ મળ્યો. તે સમયે મોહનલાલ એક શિંપી તરીકે કામ કરતા હતા, પરંતુ ટેલરિંગથી સંતોષ ન મળતા તેમણે નાસ્તા ના વેપાર માં ઝમ્પલાવ્યું. વિલે પાર્લેમાં સ્થાયી થયા બાદ તેમણે Parle નામની કંપની શરૂ કરી.

Join Our WhatsApp Community

Parle G: સૈનિકો માટે બનેલું બિસ્કિટ, હવે ઘરોમાં લોકપ્રિય

1939માં મોહનલાલે મારી બિસ્કિટથી અલગ કંઈક બનાવવાનું વિચાર્યું. તેમણે ગ્લુકોઝ આધારિત બિસ્કિટ બનાવ્યું, જે સૈનિકો માટે શક્તિવર્ધક હતું. આ બિસ્કિટ “Parle G” તરીકે ઓળખાયું. પીળા અને લાલ રંગના રૅપર સાથે આ બ્રાન્ડ આજે દરેક ઘરમાં જોવા મળે છે.1960ના દાયકામાં મગનલાલ દહિયા દ્વારા Parle Girl (પાર્લે ગર્લ) ડિઝાઇન કરવામાં આવી. આ છોકરી આજે પણ Parle Gના પેકેટ પર જોવા મળે છે. બ્રાન્ડની ઓળખ તરીકે તે ભારતના દરેક ખૂણામાં ઓળખાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના પ્રિય પાવનું ભવિષ્ય જોખમમાં! આ કારણે પાવ બનાવવાની પરંપરાગત રીત પર પ્રતિબંધ

Parle Group: બિસ્કિટ થી લઈને પીણાં સુધી

પાર્લે ગ્રુપ માં પાર્લે પ્રોડક્ટ અને પાર્લે આર્ગો બે અલગ કંપનીઓ છે. બિસ્લરી, ફ્રૂટી, એપ્પી, થમ્પ્સપ, લિમ્કા જેવી બ્રાન્ડ્સ પણ પાર્લે ના ભાગરૂપે શરૂ થયા. 2022માં Parle Gએ 2 અબજ ડોલરની વેચાણ નોંધાવી હતી. આજે કંપનીનો વાર્ષિક ટર્નઓવર ₹17,230 કરોડથી વધુ છે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version