News Continuous Bureau | Mumbai
જો તમે પણ કોઈ પણ પ્રકારનો ઈન્સ્યોરન્સ(Insurance) ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર ચોક્કસ વાંચો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(Insurance Regulatory and Development Authority of India) (IRDAI) 1 નવેમ્બરથી વીમા કંપનીઓ(Insurance companies) માટે KYC વિગતો ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ તમારે વીમા માટે દાવો કરતી વખતે ફરજિયાતપણે KYC દસ્તાવેજો સબમિટ કરવા પડશે. આપને જણાવી દઈએ કે IRDAI ના આ પ્રસ્તાવથી દાવાની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓ ઓછી થશે.
ઈન્શ્યોરન્સના બદલી ગયા નિયમ
હકીકતમાં હાલમાં નોન-લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી(Non-Life Insurance Policy) ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે. જો કે KYC દસ્તાવેજો જેમ કે સરનામું અને ઓળખનો પુરાવો 1 લાખ રૂપિયા કે તેથી વધુના ઈન્સ્યોરન્સ ક્લેમ(Insurance claim) માટે ફરજિયાત છે. પરંતુ હવે નવા નિયમ મુજબ નિયમનકાર પોલિસી ખરીદતી વખતે KYC વિગતો ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. આપને જણાવી દઈએ કે KYC સંબંધિત આ નિયમો નવા અને વર્તમાન બંને ગ્રાહકો માટે ફરજિયાત હશે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ- માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરો અને બનો સરકારના બિઝનેસ પાર્ટનર- જાણો કેવી રીતે
જાણો KYC કરાવવાના ફાયદા
IRDAI ના આ નવા નિર્ણયથી તમને ઘણા ફાયદા થશે. KYC પ્રોસેસથી સેન્ટ્રલાઈઝ્ડ પોલિસી ડેટાબેઝ (Centralized policy database) નો લાભ લઈ શકાશે અને બીમા સુગમ પોર્ટલ(Bima Sugam Portal) પર પોલિસી રેકોર્ડ જાળવવામાં મદદ કરશે. હકીકતમાં આ પોર્ટલ પર પોલિસી હોલ્ડર ઈ – ઈન્શ્યોરન્સ એકાઉન્ટ(Policy Holder e-Insurance Account) બનાવી શકશે, જ્યાં તેઓ તેમની પોલિસી સંબંધિત વિગતો જોઈ શકશે, સાથે જ ઈન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી કરી શકશે. તેની સાથે તમારી વિગતવાર માહિતી પણ વિભાગમાં સાચવવામાં આવશે.
SecureNow ના ડિરેક્ટર અભિષેક બોન્ડિયાએ(Abhishek Bondia) જણાવ્યું હતું કે હાલના પોલિસીધારકોએ નિર્ધારિત સમયગાળામાં KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ સમયગાળો ઓછા જોખમવાળા ગ્રાહકો માટે બે વર્ષ અને ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રાહકો માટે એક વર્ષનો રહેશે.
હકીકતમાં KYC થવાથી એ સુનિશ્ચિત રહેશે કે કોઈ ત્રીજા પક્ષને ઈન્સ્યોરન્સ રકમની ચુકવણી નથી થઈ. તમામ ચૂકવણી પોલિસીધારકોના નોમિની અને કાનૂની વારસદારોને થવી જોઈએ. એટલે કે વિભાગ અને ગ્રાહક બંનેને આનો ફાયદો થશે.
આ સમાચાર પણ વાંચો : SBI સહિત 18 બેન્કોના ખાતાધારકો ટાર્ગેટ પર- આ એન્ડ્રોઇડ વાયરસ કરી રહ્યો છે સ્ક્રીન રેકોર્ડિંગ- આવી ભૂલ ન કરતા નહીં તો ખાતું થઈ જશે ખાલી
KYC છે જરૂરી
આ વિષયના નિષ્ણાતોના મતે જો તમારી પોલિસી 1 નવેમ્બર પછી રિન્યૂ થવા જઈ રહી છે, તો તમારે KYC કમ્પ્લાયન્ટ થવા માટે તમારી ફોટો, ઓળખ અને સરનામાનો પુરાવો આપવો પડશે.